Home /News /entertainment /હેપી બર્થ ડે પઠાણ! તહેવારની જેમ કિંગ ખાનના બર્થ ડેની ઉજવણી, ઝળહળી ઉઠ્યું બુર્જ ખલીફા

હેપી બર્થ ડે પઠાણ! તહેવારની જેમ કિંગ ખાનના બર્થ ડેની ઉજવણી, ઝળહળી ઉઠ્યું બુર્જ ખલીફા

બુર્જ ખલીફા પર શાહરુખ ખાન

SRK ON BURJ KHALIFA: શાહરુખ ખાનના બર્થ ડેની ઉજવણી દેશ દુનિયામાં તહેવારની જેમ કરવામાં આવતી હોય છે. દુબઈમાં તો બુર્જ ખલીફા પર કિંગ ખાનને વીશ કરવામાં આવ્યું હતું.

    SRK BIRTHDAY ON BURJ KHALIFA: 2 નવેમ્બરના રોજ શાહરૂખ ખાનના જન્મદિવસ (Shah Rukh Khan’s birthday) પર બુર્જ ખલીફા (Burj Khalifa) રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાનને તેમના 57મા જન્મદિવસ પર વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. દુબઈની સૌથી પ્રતિષ્ઠિત અને અને ઊંચી ઈમારતના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બોલીવુડના બાદશાહને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે. બુર્જ ખલીફા પર ‘હેપ્પી બર્થ ડે શાહરૂખ’ અને ‘હેપ્પી બર્થ ડે પઠાન’ ફ્લેશ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ શાહરૂખ ખાનનો એક ફોટો દર્શાવવામાં આવ્યો હતો, જેના પર વી લવ યૂ લખવામાં આવ્યું હતું.

    શાહરૂખ ખાનના જન્મદિવસની સાથે સાથે બુર્જ ખલીફા તેમના માટે ખાસ આદર સન્માન સાથે રોશનીથી ઝગમગાટ કરે છે. સપ્ટેમ્બર 2022માં શાહરૂખ ખાનને બુર્જિલ હોલ્ડિંગ્સ માટે બ્રાન્ડ અભિયાન શરૂ કર્યું હતું. બુર્જિલ હોલ્ડિંગ્સ UAEનું સૌથી મોટું ખાનગી આરોગ્ય સેવા ઓપરેટર છે. UAE હોસ્પિટલના ઓપરેટરે શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શામેલ કર્યા છે. જે ઓમાન અને UAEમાં બુર્જિલ, મેડિયોર, LLH, લાઈફકેર અને તાજમીલ બ્રાન્ડ હેઠળ 39 હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરે છે.

    આ પણ વાંચો:બૂમ! થીએટર ફોડી નાખે એવું પઠાણનું ટ્રેલર રીલીઝ, શાહરુખના બર્થ ડે પર ફેન્સને ગિફ્ટ, જુઓ VIDEO

    આગામી ફિલ્મ ‘પઠાન’નું ટીઝર રીલીઝ

    શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર તેમના ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ‘પઠાન’નું ટીઝર જાહેર કર્યું છે, જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’ કર્યા બાદ તેઓ ફરી એકવાર મોટા પડદા પર પોતાનો જલવો પાથરશે. ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મહત્ત્વનૂ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. વર્ષ 2023માં તેઓ અન્ય બે ફિલ્મ કરવા જઈ રહ્યા છે- ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘ડંકી’. ફિલ્મ ‘જવાન’ના ડાયરેક્ટર અટલી છે અને નયનથારા આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ‘ડંકી’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાની છે અને તાપસી પન્નૂ આ ફિલ્મમાં જોવા મળશે.



    છૈંયા છૈંયાના તાલે કર્યો ડાન્સ 

    શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર ફેન્સ સાથે SRK ડે પણ સેલિબ્રેટ કર્યો છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાને પોતાના ફેન્સ સાથે વાતચીત કરી છે અને કેક કટ કરી છે. ઉપરાંત તેઓ ગીત ‘છૈંયા છૈંયા’ના તાલે ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર ‘મન્નત’ની બહાર ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. શાહરૂખ ખાને આ ભીડનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywood actor, Burj Khalifa, Shahrukh Khan, શાહરુખ ખાન

    विज्ञापन
    विज्ञापन