Home /News /entertainment /

'ઝીરો'માં કેટરિનાનો FIRST LOOK શાહરૂખે કર્યો શેર

'ઝીરો'માં કેટરિનાનો FIRST LOOK શાહરૂખે કર્યો શેર

કેટરિના 16 જુલાઇના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી હતી

    શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર 'ઝીરો'નો કેટરિનાનો પહેલો લૂક સામે આવ્યો છે. શાહરૂખ ખાન અને અનુષ્કા બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરિનાનો પહેલો લૂક શેર કર્યો છે. તમને જણાવીએ કે કેટરિના 16 જુલાઇના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી હતી. તેના આ ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માટે ફિલ્મનો નવો લૂક શેર કર્યો છે.

    તસવીરમાં કેટરીનાની પાછળ બોડીગાર્ડ્સ દેખાઇ છે અને તેમની આગળ કેમેરામેન તેમની તસવીર પાડી રહ્યાં છે. તસવીરમાં કેટરિના ગંભીર દેખાઇ રહી છે. રિપોર્ટસ પ્રમાણે ફિલ્મમાં કેટરિના હિરોઇનના રોલમાં છે.




    આ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે શાહરુખે જણાવ્યું હતું કે આ પાત્ર માટે એડવાન્સ્ડ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે માટે બે વર્ષનો સમય લાગ્યો છે. આનંદ એલ. રાયની આ ફિલ્મમાં અનેક પ્રકારના વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ કામ શાહરુખની કંપની રેડ ચિલિઝ વીએફએક્સે કર્યું છે. ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ મારફત પાત્રોને નાનાં-મોટાં દર્શાવવામાં આવતાં રહ્યાં છે.




    નોંધનીય છે કે 'જાનેમન' ફિલ્મમાં અનુપમ ખેર અને 'અપ્પુ રાજા'માં કમલ હાસન ઠિંગુજીનું પાત્ર ભજવી ચૂક્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Anushka Sharma, Katrina kaif, Shahrukh Khan, SRK, Zero

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन