Home /News /entertainment /

શાહરુખ ખાન અને અનુરાગ કશ્યપને જોઈએ છે SRK+ એપનો આઈડિયા, તેમાં પણ છે એક ટ્વિસ્ટ, જુઓ Video

શાહરુખ ખાન અને અનુરાગ કશ્યપને જોઈએ છે SRK+ એપનો આઈડિયા, તેમાં પણ છે એક ટ્વિસ્ટ, જુઓ Video

SRK Plus - શાહરૂખ ખાન, અનુરાગ કશ્યપ

Shahrukh Khan OTT SRK+ : શાહરૂખ ખાન (Shahrukh Khan) નો નવો ઓટીટી શો એસઆરકે પ્લસ (SRK Plus) શરૂ થાય તે પહેલા જ તેની ચર્ચા જોર શોરથી શરૂ થઈ ગઈ છે. આજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) દ્વારા સોશિયલ મીડિયા પર એક હિલેરિયસ પ્રમોશન વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં અનુરાગ અને SRK તેમની નવી એપ્લિકેશન માટે વિચાર કરતા દેખાઈ રહ્યાં

વધુ જુઓ ...
    Shahrukh Khan OTT SRK plus : SRK+ ના પોસ્ટર સાથે પોતાના ફેન્સનો ઈન્ટરેસ્ટ જગાવ્યા પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan) દ્વારા આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. ગઈકાલે પોસ્ટર રિલીઝ થયા પછી તરત જ સલમાન ખાન (Salman Khan) અને અનુરાગ કશ્યપે (Anurag Kashyap) ટ્વિટર પર SRKને તેની નવી એપ લોન્ચ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફિલ્મ નિર્માતાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તે શાહરુખ સાથે કોલોબ્રેશન કરશે. આજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) દ્વારા સોશિયલ મીડિયા પર એક હિલેરિયસ પ્રમોશન વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં અનુરાગ અને SRK તેમની નવી એપ્લિકેશન માટે વિચાર કરતા દેખાઈ રહ્યાં છે.

    વિડીયોની શરૂઆતમાં અનુરાગ દ્વારા SRKને પ્લોટ ડિસ્ક્રાઈબ કરવામાં આવી રહ્યો છે, જેને ‘સુપરહિટ’ કહેવામાં આવી રહ્યો છે. અભિનેતા ગોપાલ દત્ત શાહરૂખને કહે છે કે આ પ્લોટ પહેલેથી જ સુપરહિટ રહ્યો છે, કારણ કે તે અજય દેવગણના રુદ્રની સ્ટોરી છે. પછી કશ્યપે થર્સડે જેવા જ એક પ્લોટનું વર્ણન કર્યુ અને ગોપાલ તેમને ફરીથી અટકાવે છે અને કહે છે કે તે હોટસ્ટાર પર તે પહેલેથી જ રિલીઝ થઈ ચૂક્યું છે. જ્યારે SRK તેને પૂછે છે કે શું તેમની પાસે કંઈ નવું છે, ત્યારે તે કહે છે કે IPL સહિતની તેમની પાસે જે કંઈ પણ આઈડિયા છે, તે Hotstar પર પહેલેથી જ ઉપલબ્ધ છે.

    છેલ્લે Hotstarની એક જાહેરાત દેખાય છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેટફોર્મમાં પહેલેથી જ બધું ઉપલબ્ધ છે, તેથી શાહરૂખ ખાને રાહ જોવી જોઈએ. ત્યાર બાદ હેશટેગ થોડા રુક શાહરૂખ સાથે વિડીયો સમાપ્ત થાય છે.

    વિડીયો શેર કરતાં અજય દેવગને લખ્યું, "સોરી @iamsrk પહેલે બતા દેતે, રુદ્ર SRK+ પે હી રિલીઝ કરતા અબ #ThodaRukShahRukh."

    SRK આ માટે એક ક્લેવર કમબેક કર્યું અને લખ્યું, “તો… સીઝન 2 ડિઝની+ હોટસ્ટાર પે નહીં, એસઆરકે+ પે હોગા…. પક્કા?"

    Toh… Season 2 Disney+ Hotstar pe nahin, SRK+ pe hoga…. Pukka? https://t.co/MqYXUYvrvP— Shah Rukh Khan (@iamsrk) March 16, 2022

    જ્યારથી અનાઉન્સમેન્ટ થઈ ત્યારથી SRKના ચાહકો તેની OTT એપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, ETimesના એક અહેવાલ મુજબ પોસ્ટર ફક્ત ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) માટે આવનારી જાહેરાત માટે જ છે. શાહરૂખ આ પ્લેટફોર્મ માટે ઘણી બધી જાહેરાતો શૂટ કરી રહ્યો છે અને આ એક જાહેરાત છે. તાજેતરનો વિડિયો પણ આ માત્ર એક જાહેરાત હોવાનો સંકેત આપે છે, પરંતુ કિંગ ખાન ખરેખર તેની OTT એપ્લિકેશન રીલિઝ કરીને અમને ક્યારે આશ્ચર્યચકિત કરે છે તેની હાલ ખબર નથી.

    આ પણ વાંચોShahrukh Khan SRK+ : શાહરૂખ ખાને તેના OTT પ્રોજેક્ટ SRK+ ની કરી જાહેરાત, કુછ કુછ હોને વાલા હૈ...

    શાહરૂખ અને તેનું પ્રોડક્શન બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ખરેખર SRK+ નામની તેની નવી OTT એપ બનાવે છે કે કેમ તેની પુષ્ટિ કરવાની હજી બાકી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, OTT Platforms, OTT Platfrom, SRK, શાહરૂખ ખાન

    આગામી સમાચાર