જ્યારે હિચકાથી ડરી શાહરૂખ ખાને વખોડી લીધો હતો ઐશ્વર્યા રાય બચ્ચનનો હાથ, મજેદાર છે કિસ્સો

શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયનો કિસ્સો

કપિલ શર્મા શો (The Kapil Sharma Show)નાં શોમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ગેસ્ટ બનીને આવ્યા હતાં. શોમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેને કઇ વસ્તુનો ડર લાગે છે. શાહરૂખ ખાને જણાવ્યું કે તેને, હિચકાંથી ડર લાગે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેની ઓનસ્ક્રીન જોડીને દર્શકોની વચ્ચે ઘણું પસંદ કરવામાં આવે છે. શાહરૂખ અને ઐશઅવર્યાની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ'થી જોડાયેલો કિસ્સો છે. જે સાંબળી આપ હંસી પડશો. શું આપને માલૂમ છે કે, રોમેન્સનાં બાદશાહ શાહરૂખ ખાનને હિંચકાથી ડર લાગે છે. જી હાં, આ વાત અમે નથી કરી રહ્યાં પણ કિંગ ખાન પોતે કરે છે.

  કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ગેસ્ટ બની આવ્યા હતાં. શોમાં શાહરૂખ ખાને ઘણાં ખુલાસા કર્યા છે. શાહરૂખ ખાને જણાવ્યું કે, તેને કઇ કઇ વાતનો ડર લાગે છે. મે ડરથી ઐશ્વર્યાનો હાથ પકડી લીધો હતો. 'શાહરૂખે જણાવ્યું કે આખા ગીત દરમિયાન ઐશ્વર્યાનો હાથ પકડી રાખ્યો હતો. કિંગ ખાને વધુમાં કહ્યું કે, મે ઐશ્વર્યાનો હાથ એવો જોરથી પકડ્યો હતો' શાહરૂખે જણાવ્યું હતું કે આખા ગીત દરમિયાન ઐશ્વર્યાનો હાથ પકડી રાખ્યો હતો. મે તેનો હાથ જકડી રાખ્યો હતો. મને હિંચકાનો ડર લાગે છે. અને તે સીન પણ ઘણો લાંબો ચાલ્યો હતો.

  આ બાદ શોમાં તેની સાથે આવેલી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પણ તેનાં ડરનો ખુલાસો કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે, અંધારાથી ડર લાગે છે, પણ હવે... જ્યારે તે એકલી હોય છે, જો તેની સાથે કોઇ હોય છે તો તેણે અંધારાથી ડર નથી લાગતો. આપને જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન તેની ફિલ્મ 'ડિયર જિંદગી' પ્રમોશન માટે પહોચ્યો હતો. ફિલ્મમાં આલિયાનું ત્રણ વખત બ્રેકઅપ થઇ ગયું હોય છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટનાં રોમેન્ટિક સીન ન હોવા અંગે કપિલ શર્માએ સવાલ કરતાં કહ્યું કે, શાહરૂખ ખાન મજેદાર જવાબ આપે છે. કહ્યું કે, હું આલિયાની બાળકીને ટ્રીટ કરુ છું. આ બાદ કપિલ શર્મા બંને રોમેન્ટિક ડાન્સ કરવા કહે છે. શાહરૂખ અને આળિયાનાં રોમેન્ટિક ડાન્સને જોઇ ઓડિયન્સ દિલ ખોલીની તાલીઓ વગાળે છે.
  Published by:Margi Pandya
  First published: