Home /News /entertainment /સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કેવી છે શહનાજ ગિલની હાલત? અભિન શુક્લાએ આપી જાણકારી

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કેવી છે શહનાજ ગિલની હાલત? અભિન શુક્લાએ આપી જાણકારી

અભિનવ શુુક્લાએ શહનાઝની હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. તસવીર- Abhinav Shukla/Sehnaaz Gill instagram

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલ(Shehnaaz Gill) ની તસવીરો બહાર આવી હતી. તે પછી દરેક તેના માટે ચિંતિત છે. દરમિયાન, અભિનેતા અભિનવ શુક્લા અને રૂબીના દિલૈકે (Rubina Dilaik) શહેનાઝની તાજેતરની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

વધુ જુઓ ...
મુંબઈ: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની તસવીરો બહાર આવી હતી. તે પછી દરેક તેના માટે ચિંતિત છે. શહનાઝની હાલત જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. શહનાઝના ચાહકો સતત શહનાઝ ગિલ માટે ચિંતિત છે. તેઓ જાણવા માંગે છે કે, શહનાઝની હાલત હવે કેવી છે? શું તે હવે કોઈની સાથે વાત કરી રહી છે અથવા તે હજુ પણ માત્ર સિદ્ધાર્થના જ વિચારો કરી રહી છે. દરમિયાન, અભિનેતા અભિનવ શુક્લા અને રૂબીના દિલૈકે (Rubina Dilaik) શહેનાઝની તાજેતરની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

સ્પોટબોય સાથે વાત કરતા, અભિનવ શુક્લાએ ખુલાસો કર્યો કે, તે અને તેની પત્ની રૂબીના દિલાઇક શહેનાઝની માતાને મળ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે, શહનાઝ હવે ધીરે ધીરે સારી થઈ રહી છે. તેણે કહ્યું, “હું તેમના માટે પ્રાર્થના કરું છું. હું ઈચ્છું છું કે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના પરિવારને શક્તિ મળે. હું અને રૂબીના તેની માતાને મળ્યા અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. હું પ્રાર્થના કરું છું કે, ભગવાન તેમના દુખને શાંત કરે."

અભિનવ શુક્લ (Abhinav Shukla) અને સિદ્ધાર્થ શુક્લાએ 2004માં ગ્લેડ્રેગ્સ મેનહન્ટ (Gladrags Manhunt) અને મેગામોડેલ કોન્ટેસ્ટ(Megamodel Contest) થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે આગળ ઉમેર્યું, “અમે સાથે મળીને અમારી કારકિર્દીની શરૂઆત કરી, એક શો બાબુલ કા આંગન માં કામ કરીને. અમારી પાસે હંમેશા રમૂજની વિચિત્ર અને અસામાન્ય ભાવના હોય હતી. તે એક હોંશિયાર માણસ હતો! અમને બંનેને બાઇકનો શોખ હતો. તેમનું અવસાન અકાળે થયું છે અને આપણે બધા દિલથી દુખી છીએ. મારી પ્રાર્થના પરિવાર સાથે છે.

આ પણ વાંચો: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની કાસ્ટ આ રીતે 5 વખત અંગત જીવનને લઇને રહી છે ચર્ચામાં

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ શહનાઝ ગિલે ખાવા -પીવાનું બંધ કરી દીધું છે. તે કોઈની સાથે વાત પણ કરતી નથી. તમને જણાવી દઈએ કે શહનાઝના ભાઈ શાહબાઝની પોસ્ટ પર પણ લોકો શહનાઝની હાલત વિશે પૂછી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે તેમનું સ્વાસ્થ્ય કેવું છે.
First published:

Tags: Rubina Dilaik, Shehnaaz gill, Sidharth shukla