શાહિદ કપૂરે ખાસ અંદાજમાં પિતા પંકજ કપૂરને જન્મ દિવસની વધામણીઓ આપી, શેર કરી ખાસ તસવીર

PHOTO- @ShahidKapoor instagram

દિગ્ગજ એક્ટર અને શાહિદ કપૂરનાં પિતા પકંજ કપૂર (Happy Birthday Pankaj Kapoor) એ ગઇકાલે 29મેનાં તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. એક્ટરે પકંજ કપૂરની સાથે તેની સુંદર તસવીર શેર કરી છે. અને તેણે જન્મદિવસની વધામણી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાની દમદાર એક્ટિંગ માટે ઓળખાતા બોલિવૂડ એક્ટર અને શાહિદ કપૂરનાં પિતા પકંજ કપૂર (Happy Birthday Pankaj Kapoor)એ ગત રોજ એટલે કે 29 મેનાં તેમનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ સમયને ખાસ બનાવવાં શાહિદ કપૂરે કોઇ કસર છોડી નથી. એક્ટરે પકંજ કપૂરની સાથે તેની સુંદર તસવીર શેર કરી છે. અને જન્મ દિવસની વધામણી આપી છે.

  એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)એ શનિવારનાં ઇન્સ્ટાગ્રામ પર પિતા પકંજ કપૂર (Pankaj Kapoor Birthday)ની સાથે તસવીર શેર કરી લખ્યું છે કે, 'હેપી બર્થ ડે ડેડ.' એક્ટર દર વર્ષે તેનાં પિતાની સાથે પ્રેમાળ તસવીર શેર કરી છે. આ પહેલાં તેની પત્ની મીરા રાજપૂતે પણ તેનાં સસરાને જન્મ દિવસની વધામણી આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકતા પંકજ કપૂરની સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે કેપ્શન લખી હતી, 'હેપી બર્થ ડે ડેડ.' શાહિદની જેમ મીરા પણ દર વર્ષે તસવીર શેર કરી તેનાં સસરાને જન્મ દિવસની વધામણી આપતી હોય છે.  આપને જણાવી દઇએ કે, એક વખત ફરી દીકરા અને પિતાની જોડી સ્ક્રીન પર સાથે નજર આવસે. તેલુગૂ ફિલ્મની હિન્દી રિમેક 'જર્સી' (Jersey)માં બને સાથે નજર આવશે. ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરનાં રોલમાં છે. તો પંકજ કપૂર કોચ બનેલો છે.આ એક ક્રિકેટરનાં કમબેકની કહાની છે. આ ફિલ્મમાં મૃણાલ પણ અહમ રોલમાં છે. ખબર મુજબ, આ ફિલ્મ 5 નવેમ્બરનાં સિનેમાઘરમાં રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે, પંકજ શાહિદ કપૂરની ફિલ્મ 'મોસમ'નાં ડિરેક્ટર હતાં.
  Published by:Margi Pandya
  First published: