Home /News /entertainment /છત્રપતિ શિવાજી મહારાજનાં પાત્રમાં નજર આવશે શાહિદ કપૂર, ટીમ 'કબીર સિંઘ' ફરી જોવા મળશે એક સાથે

છત્રપતિ શિવાજી મહારાજનાં પાત્રમાં નજર આવશે શાહિદ કપૂર, ટીમ 'કબીર સિંઘ' ફરી જોવા મળશે એક સાથે

શાહિદ કપૂર, એક્ટર

શાહિદ કપૂર (Shahid Kapoor) છત્રપતિ શિવાજી મહારાજ પર બનનારી બાયોપિક (Biopic)માં મહત્વનો રોલ અદા કરી શકે છે. શાહિદની જુની કેટલીક ફિલ્મો પર નજર કરીએ તો તેણે અલગ અલગ જોનરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)નાં સિતારા હાલમાં સાતમાં આસમાને છે. 'કબીર સિંહ' જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ શાહિદ હવે તેની અપકમિંગ ફિલ્મ 'જર્સી' (Jersey)ને કારણે ચર્ચામાં છે. શાહિદ ફિલ્મ 'જર્સી'માં દર્શકોને અલગ અવતારમાં નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી સમયે રિલીઝ થશે. આ વચ્ચે ખબર છે કે, શાહિદ ત્રણ વર્ષ બાદ બિગ સ્ક્રિન પર એક બાયોપિકમાં નજર આવી શકે છે. આમ તો તે કોઇ રાજા મહારાજીની બાયોપિક નથી કરવાનો. પણ ખબર છે કે, તે મરાઠાની આન બાન શાનનાં પ્રતિક વીર છત્રપતિ શિવાજી મહારાજનો રોલ અદા કરવાનો છે.

જોકે, શાહિદ કપૂર માટે કોઇ એતિહાસિક ફિલ્મમાં કામ કરવું એ પહેલો મોકો નથી. આ પેહલાં તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં રાજા મહારાવલ રતન સિંહનું પાત્ર ભજવી ચુક્યો છે. આ ફિલ્મમાં તેનો રોલ દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂરની બાયોપિક અંગે સાઉથની ફિલ્મ પ્રોડક્શન કંપની લાયકા પ્રોડક્શન સાથે વાતચીત ચાલુછે. મોટા પ્રોજેક્ટની આ ફિલ્મનાં નિર્માતા પણ 'કબીર સિંહ' ફિલ્મનાં નિર્માતા અશ્વિન વર્દે હશે. ફિલ્મ કબીર સિંહની સફળતા બાદ અશ્વિન ફરી એક વખત શાહિદ સાથે કામ કરવાં ઇચ્છે છે.

એવી ખબર છે કે, મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ પર કોઇ ફિલ્મમેકર બાયોપિકની યોજના બનાવી રહ્યાં છે. છત્રપતિ શિવાજી મરાઠાઓની સાથે સાથે રાષ્ટ્રયીય આનનાં પ્રતિક છે. એવામાં તેમની ભૂમિકાની સાથે ન્યાય કરનારા એક્ટર દમદાર હોવા જોઇએ. શિવાજી મહારાજની એતિહાસિક છબી માટે અશ્વિન વર્દેને શાહિદ ઉત્તમ લાગે છે. આ રોલ કરવામાં શાહિદને પણ રસ છે. તેણે પણ હામી ભરી દીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'માં તે એક ક્રિકેટરનાં પાત્રમાં નજર આવશે.
First published:

Tags: Biopic, Kabir singh, News in Gujarati, Shahid Kapoor, બોલીવુડ ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો