Home /News /entertainment /શાહિદ કપૂર પૈસા ખર્ચવા પહેલા પત્ની મીરા રાજપુતની પરવાનગી લે છે, કહ્યુ - મારી પત્ની છે, બાળકો છે...

શાહિદ કપૂર પૈસા ખર્ચવા પહેલા પત્ની મીરા રાજપુતની પરવાનગી લે છે, કહ્યુ - મારી પત્ની છે, બાળકો છે...

શાહિદ કપૂરે જણાવ્યુ કે પૈસા ખર્ચવા પહેલા તે મીરા કપૂરની પરમિશન લે છે.

શાહિદ કપૂર (Shahid Kapoor) કહે છે કે જ્યારથી તેણે લગ્ન કર્યા છે ત્યારથી તેની પૈસા ખર્ચવા સહિતની આદતો બદલાઈ ગઈ છે. અભિનેતાએ કહ્યું કારણ કે હવે તેનો પરિવાર છે. તેને પત્ની, બાળકો છે, તેથી તેણે હોશિયારીથી કામ કરવાનું શરૂ કર્યું છે. હવે તે સમજદારીથી પૈસા ખર્ચે છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'જર્સી'ને કારણે ચર્ચામાં છે. જર્સીને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. જોકે, KGF2ને કારણે તેના બોક્સ ઓફિસ કલેક્શન પર ચોક્કસ અસર થઈ છે. શાહિદ કપૂરની જર્સી 22 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેમાં મૃણાલ ઠાકુર  (Mrunal Thakur) શાહિદ કપૂર સાથે લીડ રોલમાં છે. શાહિદના પિતા અને પીઢ અભિનેતા પંકજ કપૂર (Pankaj Kapur) પણ મહત્વના રોલમાં છે. આ દરમિયાન શાહિદ કપૂરે લગ્ન પછીના જીવન વિશે વાત કરી છે.

    શાહિદ કપૂર કહે છે કે જ્યારથી તેણે લગ્ન કર્યા છે ત્યારથી તેની પૈસા ખર્ચવા સહિતની આદતો બદલાઈ ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું કે કારણ કે હવે તેનો પરિવાર છે. તેને પત્ની, બાળકો છે, તેથી તેણે હોશિયારીથી કામ કરવાનું શરૂ કર્યું છે. હવે તે સમજદારીથી પૈસા ખર્ચે છે. આટલું જ નહીં, તે પૈસા ખર્ચતા પહેલા મીરાને પૂછે છે.

    આ પણ વાંચો -પિતા બસ ડ્રાઇવર અને દીકરો બની ગયો સુપરસ્ટાર, જાણો KGF 2 ના Rocky Bhai ની સાચી કહાણી

    પોતાની ખર્ચ કરવાની આદત વિશે વાત કરતાં શાહિદે કહ્યું- 'પહેલાં ઓલઆઉટ થઈ જતો હતો, પરંતુ હવે નહીં. હું હવે પારિવારિક માણસ છું. મારે બાળકો છે, પત્ની છે. પરવાનગી લેવી જરૂરી છે. વિચારવું પડે છે. હા, મેં મારા બોયઝ ટ્રિપ માટે તેની પાસેથી પરવાનગી લીધી ન હતી. મને લાગે છે કે આ મારો અધિકાર છે. કારણ કે દરેક છોકરાને ક્યારેક-ક્યારેક ટ્રિપ કરવાનો અધિકાર છે.

    આ પણ વાંચો -KGF-2ની અભિનેત્રીએ રામ ચરણ, જૂનિયર NTR, પ્રભાસના રિયલ કેરેક્ટર વિશે કહ્યું કઈક આવું, જાણીને નવાઈ લાગશે

    તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે 2015માં લગ્ન કર્યા હતા. જેની સાથે તેને બે બાળકો ઝૈન કપૂર અને મીશા કપૂર છે. શાહિદ અવારનવાર પોતાના બાળકોની ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. માત્ર શાહિદ જ નહીં, મીરા રાજપૂત પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. મીરાએ ભલે બોલિવૂડમાં પગ મૂક્યો ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની કોઈ કમી નથી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Jersey, Mira rajput, Shahid Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन