Home /News /entertainment /

'પદ્માવત': શાહિદની આ રીટ્વિટથી ખરાબ થઇ શકે છે તેનાં અને રણવીરનાં સંબંધ

'પદ્માવત': શાહિદની આ રીટ્વિટથી ખરાબ થઇ શકે છે તેનાં અને રણવીરનાં સંબંધ

પદ્માવતને બે સ્ટાર્સ અને શાહિદને પાંચ સ્ટાર્સ આપે છે. એવામાં શાહિદની આ ટ્વિટ રણવીરને આઘાત પહોંચાડનારો છે.

પદ્માવતને બે સ્ટાર્સ અને શાહિદને પાંચ સ્ટાર્સ આપે છે. એવામાં શાહિદની આ ટ્વિટ રણવીરને આઘાત પહોંચાડનારો છે.

    મુંબઇ: ફિલ્મ પદ્માવતની રિલીઝ બાદ જેટલી તેની ચર્ચા થાય છે તેટલાં જ વખાણ તેનાં ત્રણેય કિરદારનાં થાય છે. ત્રણેય મુખ્ય કિરદારની સરખામણીઓ શરૂ થઇ ગઇ છે.

    ફિલ્મમાં દીપિકા રાણી પદ્માવતી, રણવીર સિંહ ખિલજી અને શાહિદ કપૂર રાજા રાવલરતન સિંહની ભૂમિકા અદા કરી રહ્યાં છે. રણવીર અને શાહિદની અદાકારીની તુલના પણ સામે આવી છે. તેવામાં સોશિયલ મીડિયા પર
    એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયોમાં એક દર્શક શાહિદની એક્ટિંગનાં ભરપેટ વખાણ કરી ર્હયો છે. તેણે શાહિદની એક્ટિંગને રણવીર કરતાં વધુ સારી ગણાવી છે. ખાસ વાત તો એ છે કે શાહિદે આ વીડિયો તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યો છે.

    આપને જણાવી દઇએ કે પદ્માવતને બે સ્ટાર્સ અને શાહિદને પાંચ સ્ટાર્સ આપે છે. એવામાં શાહિદની આ ટ્વિટ રણવીરને આઘાત પહોંચાડનારોછે. આપને જણાવી દઇએ કે રણવીરની અદાકારીની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. વિલનનાં રૂપમાં તે ક્રુર અને ખુંખાર નજર આવે છે.



    આ ફિલ્મ વિશે રણવીરે તેનો અનુભવ શેર કરતાં લખ્યું હતું કે, શૂટિંગ સમયે હું ફિઝીકલી ચેલેન્જનો સામનો કરી રહ્યો હતો. ન ફક્ત જૌહર વાળો સીન પણ ફિલ્મ છે. શૂટિંગ શરૂ થયા બાદ હું ઘણો દબાણમાં તો. કારણ કે મને
    એક સાથે ઘણી એવી વસ્તુઓ કરવાની હતી. શાહિદ સાથે યુદ્ધ, ખલી બલી સોન્ગ પર ડાન્સ. હું મારી જાતને ફિઝીકલી ચેલેન્જ સમજતો હતો. જાણે મારા પગ જ ન હોય.

    જૌહરનો સીન નિભાવવો હતો મુશ્કેલ
    જૌહરના સીન વિશે વાત કરતાં રણવીરે કહ્યું કે, મને એવું થતુ હતું કે કટ બોલશે એવો હું ઉલટીઓ કરીશ. મને યાદ છે કે અમે કેટલી ગરમી વચ્ચે મે મહિનામાં આ સીનનું શૂટિંગ કર્યુ હતું. 45 ડિગ્રી ટેમ્પરેચર, 12 કિલોનો
    કોસચ્યુમ અને સતત દોડતા જ રહેવાનું હતું. કટ બોલતાની સાથે જ મારી આંખે અંધાપો છવાયો હોય તેમ હતું. હું સંપૂર્ણ સુન્ન પડી ગયો હતો
    Published by:Margi Pandya
    First published:

    Tags: Padmavat, Shahid Kapoor

    આગામી સમાચાર