Home /News /entertainment /શાહિદ કપૂરે પિતા વિશે કર્યો ખુલાસો, કહ્યું- 'લોકોને ખબર ન હતી કે હું પંકજ કપૂરનો દીકરો છુ'
શાહિદ કપૂરે પિતા વિશે કર્યો ખુલાસો, કહ્યું- 'લોકોને ખબર ન હતી કે હું પંકજ કપૂરનો દીકરો છુ'
શાહિદ કપૂર પિતા પંકજ કપૂર
Jersey Release Date : 'જર્સી'ના બીજા ટ્રેલર (Jersey trailer) લૉન્ચ ઈવેન્ટ દરમિયાન શાહિદ કપૂરે (Shahid Kapoor) કહ્યું કે, તેના ડેબ્યૂ પહેલા લોકોને ખબર ન હતી કે તે પંકજ કપૂર (Pankaj Kapoor) નો પુત્ર છે
Jersey Release Date : શાહિદ કપૂર (Shahid Kapoor) હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ 'જર્સી' (Jersey) નું પ્રમોશન કરી રહ્યો છે. તેની ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અને તેના પિતા પંકજ કપૂર ( Pankaj Kapoor) પણ છે. જો કે, ફિલ્મની રિલીઝ પહેલા શાહિદે તેના બોલિવૂડ ડેબ્યૂ અને અત્યાર સુધીની જર્ની વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શાહિદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, જ્યારે તેણે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે લોકોને ખબર ન હતી કે તે પીઢ અભિનેતા અને નિર્દેશક પંકજ કપૂરનો પુત્ર છે. આવી સ્થિતિમાં તેને એ વાતની પણ ચિંતા હતી કે તે ક્યારેય એક્ટર બની શકશે કે નહીં.
લોકોને ખબર ન હતી કે તે પંકજ કપૂરનો પુત્ર છે
'જર્સી'ના બીજા ટ્રેલર (Jersey trailer) લૉન્ચ ઈવેન્ટ દરમિયાન શાહિદે કહ્યું કે, તેના ડેબ્યૂ પહેલા લોકોને ખબર ન હતી કે તે પંકજ કપૂરનો પુત્ર છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પોતાના બોલિવૂડ ડેબ્યુના દિવસોને યાદ કરતા શાહિદે કહ્યું, “મને કલ્પના નહોતી કે હું એક્ટર બની શકીશ. કારણ કે મોટાભાગના લોકોને ખબર પણ ન હતી કે હું પિતા (પંકજ કપૂર)નો દીકરો છું."
શાહિદે આગળ કહ્યું, "જ્યારથી મારા માતા-પિતા અલગ થયા છે અને હું બોમ્બેમાં રહેતો ન હતો. મારી માતા નીલિમા અઝીમ સિંગલ મોમ હતી. જ્યારે હું થોડો મોટો થયો ત્યારે ઈશાન (ખટ્ટર) ઘણો નાનો હતો. પછી હું ઘણા સમય પછી મુંબઈ આવ્યો અને અહીં આવ્યા પછી મેં ક્યારેય કોઈને કહ્યું નહીં કે, હું પંકજ કપૂરનો દીકરો છું. શાહિદે કબૂલાત કરી હતી કે તેણે ડરના કારણે આ વાતો કોઈની સાથે શેર કરી ન હતી. તેણે કહ્યું કે તેણે આ વાત ક્યારેય કોઈને નથી કહી કારણ કે તેને ડર હતો કે લોકો તેને સ્વીકારશે કે નહીં.
શાહિદે જણાવ્યું કે, તેની પહેલી ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોએ તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને લોકોને ખબર પડી કે તે પંકજ અને નીલિમા અઝીમનો પુત્ર છે. તેણે કહ્યું, “મને લાગતું હતું કે જો મારી પહેલી ફિલ્મ નહીં ચાલે તો હું ઈન્ડસ્ટ્રીમાંથી બહાર થઈ જઈશ. હું નસીબદાર છું કે આજે હું એક્ટર છું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર