Home /News /entertainment /

શાહિદ કપૂરે કહ્યું ક્યારે રિલીઝ થશે 'પદ્માવતી'

શાહિદ કપૂરે કહ્યું ક્યારે રિલીઝ થશે 'પદ્માવતી'

શાહિદ કપૂર

ફિલ્મ પદ્માવતીનો વિરોધ ભારતભરમાં થઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે આશા વ્યક્ત કરતાં કહ્યું છે કે વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ ડેટ આ વર્ષના અંત સુધી આવી જશે.

ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણલાસીની ફિલ્મને સીબીએફસી હજી સર્ટિફિકેટ નથી આપ્યું. કેટલાક રાજપૂતો, સંગઠનો અને નેતાઓએ ભણસાલી પર ફિલ્મમાં 'ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ' કરવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દિપીકા પાદુકોણ,સાહિદ કપૂર અને રણવીર સિંહ દેખાશે. આ ફિલ્મ પહેલા એક ડિસેમ્બરે રિલીઝ થવાની હતી.

આ ફિલ્મના કારણે ભણસાલી અને દિપીકા બંન્ને જાનથી મારવાની ધમકી મળી હતી.

First published:

Tags: Deepika Padukone, Ranvirsinh, Sanjay Leela Bhansali, Shahid Kapoor

આગામી સમાચાર