Home /News /entertainment /

Jersey- ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ટ્રેલર, સ્ટારકાસ્ટ, સ્ટોરી, બજેટ સહિતની તમામ વિગતો

Jersey- ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ટ્રેલર, સ્ટારકાસ્ટ, સ્ટોરી, બજેટ સહિતની તમામ વિગતો

ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ થઈ જાહેર

જર્સી (Jersey) ફિલ્મની કથા ત્રીસીમાં પ્રવેશી ગયેલા યુવાન પર આધારિત છે. આ યુવાન ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સ્ટોરીમાં ફિલ્મમાં અર્જુન તરીકે શાહિદ કપૂર (Shahid Kapoor) ની આસપાસ ફરે છે, જે એક તેજસ્વી ક્રિકેટર છે

વધુ જુઓ ...
શાહિદ કપૂર (Shahid Kapoor) ટૂંક સમયમાં જ જર્સી (Jersey) નામની સ્પોર્ટ્સ ડ્રામા (sports drama) ફિલ્મમાં જોવા મળશે, આ ફિલ્મ ચાલુ વર્ષે રિલીઝ થવાની તૈયારીમાં છે. તે નાની સ્ટારર તેલુગુ ભાષાની ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ 25 કરોડમાં બનીને તૈયાર થઈ હતી. બોક્સ ઓફિસ પર તેની મોટી સફળતા પછી ફિલ્મે લગભગ 50 કરોડનુ કલેક્શન કર્યું હતું. ડાયરેક્ટર ગૌતમ તિન્નાનુરીએ ફિલ્મની રિમેકની જાહેરાત કરી હતી. હાલ લોકોને લાગી રહ્યું છે કે અર્જુન રેડ્ડીની રીમેક કબીર સિંહની જેમ આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર કમાલ કરશે અને ફરી એકવાર તેવી જ સક્સેસનુ પુનરાવર્તન થશે.

ફિલ્મની કથા ત્રીસીમાં પ્રવેશી ગયેલા યુવાન પર આધારિત છે. આ યુવાન ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ફિલ્મને અલ્લુ અરવિંદ, સૂર્યદેવરા નાગા વંશી, અમન ગિલ અને દિલ રાજુ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ફિલ્મ જર્સીની સ્ટારકાસ્ટ

અગાઉ તેલુગુ અભિનેત્રી રશ્મિકા મંદાન્નાને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી બાદમાં કોઈ કારણોસર મૃણાલ ઠાકુર દ્વારા તેને રિસપ્લેસ કરવામાં આવી છે. હાલ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં

  • અર્જુન તરીકે શાહિદ કપૂર, જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  • અર્જુનની પત્ની તરીકે મૃણાલ ઠાકુર જે સામાન્ય રીતે તેને નોકરી છોડવા બદલ ઠપકો આપે છે.

  • પંકજ કપૂર જે ફિલ્મમાં અર્જુનના કોચની ભૂમિકામાં છે.


આ ફિલ્મ ગીતા આર્ટ્સ, દિલ રાજુ પ્રોડક્શન્સ, સિતારા એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન હેઠળ બની છે.
ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ



ડિસેમ્બર 2020 માં જર્સીનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું ત્યારથી નિર્માતાઓ મૂવી રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, અગાઉ આ ફિલ્મ 28 ઑગસ્ટ 2020 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં 22 ઑક્ટોબરથી થિયેટર ફરીથી ખોલવાના સમાચાર પછી કોરોનાને કારણે આમાં મોડું થયુ હતુ. , નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ફિલ્મ વર્ષના છેલ્લા દિવસે 31 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થશે પરંતુ ઓમિક્રોનના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.
ફિલ્મ જર્સીનુ ટ્રેલર



સ્ટોરીમાં ફિલ્મમાં અર્જુન તરીકે શાહિદ કપૂરની આસપાસ ફરે છે, જે એક તેજસ્વી ક્રિકેટર છે પરંતુ રણજી ક્રિકેટમાં રાજકારણને કારણે ક્રિકેટ રમવાનું છોડી દે છે. તે રણજીના દિવસોમાં એક યુવતીના પ્રેમમાં પડે છે.

ટુર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમવા બદલ ઈનામમાં નોકરી મળે છે. પરંતુ લાંચ લેવાનો ખોટો આરોપ લગાવ્યા બાદ તેને નોકરી ગુમાવવી પડે છે. આગળ જતા તેનો પુત્ર તેની પાસે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી માંગે છે, મૂવી તેના પછી ટ્વિસ્ટ અને ટ્વર્ક લે છે.

4 એપ્રિલે રિલીઝ થયુ હતું બીજુ ટ્રેલર:

શાહિદ કપૂરની આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મ જર્સીની રીમેક છે. આ ફિલ્મનુ પ્રથમ ટ્રેલર 23 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. બાલાજી ટેલિફિલ્મ્સ અને PEN મરુધરે ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ મેળવ્યા છે.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Jersey, Shahid Kapoor

આગામી સમાચાર