ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડના યંગ ડેડ્સ કરન જોહર, તુષાર કપૂર, સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, શાહિદ કપૂર તેમના બાળકોને લઇને ઘણા સજાગ છે. તેઓ પબ્લિક પ્લેટફોર્મ પર પણ કહી ચૂક્યાં છે કે, તે પર્સનલ લાઇફમાં તેમના બાળકોની સાથે સમય વિતાવે છે અને તેમનું ધ્યાન રાખે છે.
આજકાલ બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે. શાહિદ તેના પુત્ર અને પુત્રી સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો હોય છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તે કહી ચૂક્યો છે કે, શૂટિંગ અને પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાંથી સમય મળતાં જ તે બાળકો સાથે સમય પસાર કરે છે.
આમ તો, શાહિદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહે છે કે, તેની પત્ની પરિવાર અને બાળકોની જવાબદારી સારી રીતે નિભાવે છે પરંતુ હાલમાં જ મુંબઇમાં ફિલ્મ 'કબીર સિંહ'ના ટ્રેલર લોન્ચ વખતે તેણે મસ્તીમાં કહ્યું હતું કે, હજુ તેનો પુત્ર નાનો છે અને તે આજકાલ તેના પુત્રના ડાયપર પણ બદલે છે.
શાહિદ કપૂરે આ વાત મીડિયાના એક પ્રશ્ન પર કહી હતી કે, તે આજકાલ માત્ર ફિલ્મ્સના પાત્રોની તૈયારી પર જ કામ નથી કરી રહ્યો, પરંતુ તેના નાના પુત્રના ડાયપર પણ બદલે છે. શાહિદ કપૂરનો આ જવાબ સાંભળી ટ્રેલર લોન્ચ પ્રસંગે હાજર ફેન્સે સીટીઓ વગાડી હતી.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'કબીર સિંહ'માં કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક એવા લવર બોયના પાત્રમાં છે, જેનું દિલ તૂટી જાય છે અને તેના દર્દમાં કબીર સિંહ વિચિત્રો હરકતો કરે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર