એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: નશામાં ધૂત શાહિદ કપૂરને તો આપે પહેલાં પણ ઘણી ફિલ્મોમાં જોયો હશે. પણ આ ફિલ્મમાં તો શાહિદની હાલત જોઇને તમને તેનાં પર દયા પણ આવશે અને ગુસ્સો પણ. શાહિદનો રોલ જોઇને તેનાં ચાહકો તેનાં વખાણ કરતાં થાકતા નથી. તેના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યાં છે.
હાલમાં જ શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહ'નું સોન્ગ 'બેખયાલી' રિલીઝ થઇ ગયુ છે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર આ સોન્ગ વાયરલ થઇ રહ્યું છે. પ્રેમનાં નશામાં ગળાડૂબ શાહિદનાં આ ગીતમાં ઘણાં અવતાર જોવા મળે છે. શાહિદની હચમચાવી નાખનારી એક્ટિંગ ફક્ત 3 મિનિટનાં ગીતમાં જ સમજાઇ જાય છે.
આ ગીતને સિંગર સચેત ટંડને ગાયુ છે. ગીત તો ખુબસુરત છે જ સાથે જ શાહિદ કપૂરનો પ્રેમમાં તુટનારા વ્યક્તિનું પાત્ર અને તેની એક્ટિંગ પણ જોરદાર છે. આ ગીતમાં શાહિદ કપૂર દારુડિયો બતાયો છે અને તેની ગર્લફ્રેન્ડની યાદોમાં જ રહે છે. આ ગીતની ખાસ વાત શાહિદ અને કિયારાની કેમેસ્ટ્રી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર