શાહિદ કપૂરે રણવીર સિંહને આપી સલાહ, દીપિકા પાદુકોણને આમ કરે પ્રેમ

News18 Gujarati
Updated: January 15, 2019, 11:03 AM IST
શાહિદ કપૂરે રણવીર સિંહને આપી સલાહ, દીપિકા પાદુકોણને આમ કરે પ્રેમ
કરનના આ શોનો લેટેસ્ટ એપિસોડ પ્રસારિત થયો, જેમાં શાહિદ કપૂર તેના ભાઇ ઇશાન ખટ્ટર સાથે જોવા મળ્યો

કરનના આ શોનો લેટેસ્ટ એપિસોડ પ્રસારિત થયો, જેમાં શાહિદ કપૂર તેના ભાઇ ઇશાન ખટ્ટર સાથે જોવા મળ્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કરન જોહરના ટોક શો 'કોફી વિથ કરન'ની છઠ્ઠી સિઝન આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ કરનના આ શોનો લેટેસ્ટ એપિસોડ પ્રસારિત થયો, જેમાં શાહિદ કપૂર તેના ભાઇ ઇશાન ખટ્ટર સાથે જોવા મળ્યો. આ એપિસોડમાં શાહિદ કપૂર કેટલાક રાજ પરથી પડદો ઉંચકતો જોવા મળ્યો હતો.

કરને બન્ને ભાઇઓને તેમની પ્રોફેશનલ લાઇફથી લઇને પર્સનલ લાઇફ અંગે પણ પ્રશ્નો કર્યા હતા. જ્યાં વાતચીત દરમિયાન ઘણા રાજ ખુલ્યા હતા. કરને શાહિદ પાસેથી પણ એવા જ કેટલાક રાજ જાહેર કરાવ્યા જે તેના ફેન્સ જાણતા નહોતા.

આ પણ વાંચો, દીપિકા સાથે રણવીર નહીં કરે કોઇ ફિલ્મ, જાણો શા માટે

આ વાતચીત દરમિયાન કરને શાહિદને પૂછ્યું કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. શું તું આ કપલને કોઇ સલાહ આપવા માગે છે? શાહિદે આ અંગે જવાબ આપતાં કહ્યું કે, 'રણવીર, દીપિકાને એવી જ રીતે પ્રેમ કરે જેવી રીતે રતન રાવલ સિંહ, પદ્માવતીને કરતાં હતાં.'

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરે સંજયલીલા ભણશાલીની વિવાદીત ફિલ્મ 'પદ્માવત'માં સાથે કામ કર્યું હતું. જ્યારે શાહિદ કપૂરની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ફિલ્મ 'કબીર સિંહ'માં જોવા મળશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. અહેવાલોનું માનીએ તો ફિલ્મ આ વર્ષે 21 જૂને રીલિઝ થશે.
First published: January 15, 2019
વધુ વાંચો
अगली ख़बर