મુંબઇ: શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બત્તી ગુલ મિટર ચાલુ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર ઘણું જ મજેદાર છે. ફિલ્મમાં શાહિદ કપૂર વકિલનાં રોલમાં છે. ફિલ્મમાં શાહિદ ઉપરાંત શ્રદ્ધા કપૂર છે. અને આ સાથે જ દિવ્યેન્દુ શર્મા અને યામી ગૌતમ પણ મહત્વનાં કિરદારમાં નજર આવે છે.
ફિલ્મમાં વીજળીની સમસ્યા અને વીજળીનાં ખોટા બિલને દર્શાવવાનો મુદ્દો ખુબજ ધારદાર રીતે દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ નારાયણ સિંહનાં ડિરેક્શનમાં બની છે. 21 સપ્ટેમ્બરનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ત્યારે જોઇ લો તેનું ટ્રેલર તમે પણ
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર