મુંબઇ: શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે નેહા ધૂપિયાના ટોક શો BFFs with Vogueમાં જોવા મળવાનો છે. આ શોનો એક પ્રોમો વીડિયો હાલમાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં નેહા કેટલાંક પર્સનલ સવાલ મીરા અને શાહિદને પુછી રહી છે. જેનાં તે ખુબજ મસ્તીથી જવાબ આપે છે.
હોસ્ટ નેહા ધૂપિયાએ શાહિદને સવાલ કર્યો હતો કે શું કોઈએ તમારી સાથે છેતરપિંડી કરી છે? જો હા તો કોણ હતી એ? આ સવાલના જવાબમાં શાહિદ કપૂર હસવા લાગ્યો હતો. અને કહ્યું હતું કે, મારી એક્સ ગર્લફ્રેન્ડે દગો આપ્યો હતો. નેહાના આ સવાલને આગળ વધારતા મીરાએ જ સવાલ પૂછ્યો કે તેણે કેટલી યુવતીઓ સાથે ચિટિંગ કરી છે?
નેહાના સવાલ પર શાહિદે જણાવ્યું હતું કે એકને લઈને તો હું શ્યોર છું. બીજીનું કશું જ ન કહી શકું. શાહિદ-મીરાએ BFFs with Vogue માટે સાથે શૂટ કર્યું હતું. આ દરમિયાન કપલે પોતાના લાઈફ સાથે જોડાયેલી અનેક વાતો કરી હતી. નેહાએ મીરાને સવાલ કર્યો કે પાર્ટીમાં સૌથી બોરિંગ સેલેબ્સ કોણ હોય છે? આ સવાલ પર મીરાએ શાહિદનું નામ લીધું હતું. જોકે તેણે બાદમાં મજાક કરી રહી છું તેમ કહીંને હસવામાં આ વાત કાઢી નાખી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર