શાહીર શેખે સાદગીથી ઉજવી પહેલી વેડિંગ એનિવર્સરી, પત્ની રુચિકા કપૂરે શેર કરી ફીલિંગ્સ

શાહીર શેખ અને તેની પત્નીએ પહેલી વેડિંગ એનિવર્સરી (Shaheer Ruchikaa first Wedding Anniversary)ને બહુ સાદગીથી સેલિબ્રેટ કરી. (ફોટો- Instagram @ruchikaakapoor)

ટીવી એક્ટર શાહીર શેખ અને તેની પત્નીએ પહેલી વેડિંગ એનિવર્સરી (Shaheer Ruchikaa first Wedding Anniversary)ને બહુ સાદગીથી સેલિબ્રેટ કરી. બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો છે.

 • Share this:
  મુંબઈ. ટીવીના પોપ્યુલર એક્ટર શાહીર શેખ (Shaheer Sheikh) અને રુચિકા કપૂરના લગ્નને એક વર્ષ પૂરું થયું છે. આ કપલે ગયા વર્ષે કોરોના વાયરસ મહામારી વચ્ચે બહુ સાદાઈથી લગ્ન કર્યા હતા. બંનેએ 19 ઓક્ટોબર 2020ના એક કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નનું એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે તેમણે એક ફોટો શેર કર્યો છે. રુચિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક હેપ્પી મૂડ વાળો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં શાહીર શેખ હસતો જોવા મળે છે અને રુચિકા તેને હસતાંહસતાં પ્રેમથી જોઈ રહી છે.

  રુચિકા (Ruchikaa Kapoor)એ આ ફોટો શેર કરીને લખ્યું કે, ‘કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરો જે તમારા બધા જોક્સ પર હસે, ખાસ કરીને ખરાબ જોક્સ પર.’ આ સાથે રુચિકાએ લાફ્ટર અને હાર્ટ વાળી ઈમોજી મૂકી છે. તેણે હેશટેગ સાથે લાઈફ ઓફ એડવેન્ચર, 1 ડાઉન અને મેડ અસ લખ્યું છે. તો શાહીરે પણ લગ્નની પહેલી એનિવર્સરી પર સેલ્ફી લીધી છે.
  આ સેલ્ફીમાં રુચિકા શાહીર (Shaheer Ruchikaa Wedding Anniversary)ના ખભા પર માથું રાખીને ઊભી છે અને ફોટો માટે પોઝ આપી રહી છે. શાહીર અને રુચિકાની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અને મિત્રો કમેન્ટ કરી રહ્યા છે. તેમણે લગ્નતિથિની શુભેચ્છાઓ આપી છે. શાહીરની પોસ્ટ પર રુચિકાએ પણ એક ઈમોજી કમેન્ટ કરી છે. એક્ટ્રેસ પૂજા બેનર્જીએ દિલવાળી ઈમોજી કમેન્ટ કરી. એક્ટર વિશાલ સિંહે પણ પ્રેમ વરસાવ્યો છે. ગૌતમ રોડેએ બ્લેસ્ડવાળી ઈમોજી પોસ્ટ કરી છે. તો બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ શાહીર શેખની આ પોસ્ટ લાઈક કરી છે.
  લગ્નના પહેલા વર્ષમાં શાહીર અને રુચિકા બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે. રુચિકાએ 10 સપ્ટેમ્બર 2021ના એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમણે દીકરીનું નામ અનાયા રાખ્યું છે. શાહીરે પોસ્ટ કરીને પેરેન્ટ બન્યાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, ‘લાઈફની નવી ગિફ્ટથી હું ધન્ય છું. અપાર ખુશીઓથી ભરેલી આગળની જર્ની માટે તમારા સૌના પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે. અમને પોતાની દુઆઓમાં રાખો. અનાયા.’

  આ પણ વાંચો: કંગના રનૌત bold કપડાં પહેરીને નીકળી તો લોકોએ યાદ અપાવી ‘સંસ્કૃતિ’, ટ્રોલર્સને સુરક્ષાની ચિંતા!

  શાહીરની પત્ની રુચિકા કપૂર એકતા કપૂરના પ્રોડક્શન બેનર બાલાજી ટેલીફિલ્મ્સના ફિલ્મ ડિવિઝનની હેડ છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Nirali Dave
  First published: