અંકિતા લોખંડે છુપાવતી રહી અને શાહીર શેખે જણાવી દીધુ કે ક્યારે છે અંકિતા-વિક્કીનાં લગ્ન

PHOTO- @lokhandeankita Instagram

પવિત્ર રિશ્તા 2 (Pavitra Rishta 2) નાં લિડ એક્ટર શાહીર શેખ (Shaheer Sheikh)નું માનીયે તો, તેની કો-સ્ટાર અંકિતા લોખંડે (Ankita Lokhande) તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain)ની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાંની છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પવિત્ર રિશ્તા 2 (Pavitra Rishta 2) ટીવી શોનો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે ત્યારે આ વચ્ચે શોનાં લિડ એક્ટર શાહીર શેખે (Shaheer Sheikh)ની માનીયે તો, તેની કો-સ્ટાર અંકિતા લોખંડે (Ankita Lokhande)એ તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain) સાથે જલ્દી લગ્ન કરવાંની છે. શાહીર શેખે એક ઇન્ટરવ્યૂમાં પવિત્ર રિશ્તા 2 અંગે વાત કરતો હતો. આ દરમિયાન તેણે અંકિતા લોખંડેનાં લગ્ન સાથે જોડાયેલાં પ્લાન્સનો પણ ખુલાસો કરી લીધો છે. પવિત્ર રિશ્તા 2માં શાહરી શેખ, સુશાંત સિંહ રાજપૂતને રિપ્લેસ કરી માનવનાં પાત્રમાં નજર આવશે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝ ગિલ ગ્લુકોઝ પર છે? લોકોએ પુછ્યાં સવાલ તો ડ્રેસ ડિઝાઇનરે જણાવ્યું સત્ય

    બોલિવૂડ હંગામાને આપેલાં ઇન્ટરવ્યૂમાં જ્યારે અંકિતા લોખંડેને પુછવામાં આવ્યું કે, 'શો બાદ તેનો શું પ્લાન છે , તેનાં પર અંકિતાએ હંસતા હંસતા કહ્યું હતું કે, તેનો કોઇ પ્લાન નથી. પણ શાહીર શેખે કહી દીધુ કે, 'કમ ઓન, તુ લગ્ન કરી રહી છે'

    આ ઘટના થતા પહેલાં અંકિતા લોખંડેએ તેને ચુપ રહેવાં કહ્યું, જે બાદ તેણે કહ્યું કે, હાલમાં મારો એવો કોઇ પ્લાન નથી. પણ ફેબ્રુઆરીથી કંઇક નવું શરૂ કરવાં જઇ રહી છું. આ પહેલાં મે મહિનામાં અંકિતા લોખંડેએ કહ્યું હતું કે, તે વિક્કી જૈન સાથે લગ્ન કરવાં અંગે વિચારી રહી છે. આપને જણાવી દઇએ કે, અંકિતા લોખંડે ગત ત્રણ વર્ષોથી વિક્કી જૈનની સાથે રિલેશનશિપમાં છે. તેણે એપ્રિલમાં એનિવર્સરી પણ ઉજવી હતી.

    આ પણ વાંચો-Ganesh Chaturthi 2021: બચ્ચનથી દેવગન સુધી.. સેલિબ્રિટીઝે કર્યું ગજાનનનું સ્વાગત, PHOTOS

    તો એક વેબસાઇડ બોલિવૂડ બબલ (Bollywood Bubble) સાથે વાત કરતાં અંકિતા લોખંડેએ કહ્યું હતું કે, લગ્ન ખુબજ સુંદર ચીજ છે. હા હું મારા લગ્ન અંગે સુપર એક્સાઇટેડ છું. અને મને આશા છે કે, આ જલ્દી જ થશે. સાથે જ તેણે કહ્યું હતું કે, તેણે જયપુર-જોધપુરી રાજસ્થાની લગ્ન ઘણાં પસંદ છે. પણ હું પોતે નહોતી જાણતી હતી કે, શું પ્લાન કરીશ.

    વિક્કી જૈનને ડેટ કરતાં પહેલાં અંકિતા લોખંડે દિવંગત સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતી. બંનેએ આશરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કરતાં હતાં. બંનેની મુલાકાત પવિત્ર રિશ્તાનાં સેટ પર થઇ હતી. જો વાત લગ્ન સુધી પહોંચી ગઇ હતી પણ વર્ષ 2016માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. તો ગત વર્ષે 14 જૂનમાં સુશાંત સિંહ રાજપૂતનું મોત થઇ ગયું હતું.

    આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: