Home /News /entertainment /લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી રણબીર કપૂરની પત્ની? આલિયાની બહેને કર્યો આ મોટો ખુલાસો
લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી રણબીર કપૂરની પત્ની? આલિયાની બહેને કર્યો આ મોટો ખુલાસો
આલિયા ભટ્ટની પ્રેગનેન્સી પર ઉઠ્યા સવાલો
Alia Bhatt Pregnancy: લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પ્રેગનેન્ટ હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી, જેને જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રેગનેન્સી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. લોકોએ ત્યાં સુધી કહી દીધું કે આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી.
Shaheen bhatt on Alia Bhatt Pregnancy: બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મો સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને જણાવ્યું કે, તે મા બનવાની છે. ત્યારથી જ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે.
તમને જણાવી દઇએ કે લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પ્રેગનેન્ટ હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી, જેને જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રેગનેન્સી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. લોકોએ ત્યાં સુધી કહી દીધું કે આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. આ વાતને લઇને હવે આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ એક ઇન્ટરવ્યુમાં ઘણુ બધુ બોલી ગઇ છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે, તો ટ્રોલ્સ તેમની મજાક ઉડાવવામાં પાછળ નથી રહેતા. થોડા સમય પહેલા જ્યારે આલિયા ભટ્ટે પ્રેગનેન્ટ હોવાની જાણકારી શેર કરી હતી, ત્યારે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ ત્યાં સુધી કહી દીધું કે આલિયા ભટ્ટ લગ્ન પહેલાથી જ પ્રેગનેન્ટ હતી. હવે તેને લઇને આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે ખુલાસો કર્યો છે.
એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું, તમે બધાને ખુશ ન રાખી શકો. આલિયા અને રણબીર બંને સ્ટાર્સ છે. આ બંને પર લોકોની નજર હંમેશા હોય છે. લોકો તેમને લઇને નેગેટિવ કમેન્ટ્સ પણ કરે છે. પરંતુ તે શીખવું ખૂબ જ જરૂરી છે કે કઇ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ અને કઇ વાતોને ઇગ્નોર કરવી જોઇએ. શાહીન ભટ્ટના આ જવાબ બાદ ટ્રોલ્સની બોલતી બંધ થઇ ગઇ છે.
આ ફિલ્મોમાં જોવા મળશે આલિયા ભટ્ટ
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર