Home /News /entertainment /આ હૉટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે આર્યન ખાનનું ઇલુ-ઇલુ, વાયરલ ફોટોએ ખોલી નાંખી પોલ

આ હૉટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે આર્યન ખાનનું ઇલુ-ઇલુ, વાયરલ ફોટોએ ખોલી નાંખી પોલ

આર્યન ખાનની ડેટિંગની ચર્ચા સૌથી વધુ

શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાન (Aryan Khan) અને બોલીવુડની હોટ હસીના નોરા ફતેહીની (Nora Fatehi) કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ ફોટોઝ વાયરલ થયા બાદ બંનેના લિંકઅપની અટકળો શરૂ થઇ ગઇ છે.

    Aaryan Khan Affair : ફિલ્મી ગલિયારીમાં સ્ટાર્સ વચ્ચે લિંકઅપ અને બ્રેકઅપના સમાચાર આવવા સામાન્ય વાત છે. તેવામાં હવે એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે.

    કહેવામાં આવી રહ્યું છે કે બોલીવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો દિકરો આર્યન ખાન (Aryan Khan) ડાન્સિંગ ડીવા નોરા ફતેહી (Nora Fatehi)ને ડેટ કરી રહ્યો છે. હવે આ અટકળોની શરૂઆત કેવી રીતે થઇ, ચાલો જાણીએ...

    શા કારણે શરૂ થઇ અટકળો?


    હકીકતમાં, સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. એક તસવીરમાં જ્યાં આર્યન જોવા મળી રહ્યો છે તો બીજામાં નોરા ફતેહી છે. જો કે ધ્યાનમાં લેવાની વાત એ છે કે આ ફોટોઝમાં આર્યન અને નોરા સાથે એક જ ફેન જોવા મળી રહ્યો છે. જેવી લોકોની નજર તેના પર પડી, યુઝર્સે વાતો બનાવવાનું શરૂ કરી દીધું. નેટિઝન્સનું કહેવું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને છુપાઇને એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

    અહીં જુઓ વાયરલ ફોટો




    ફોટોઝ સામે આવ્યા બાદ એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, મે પહેલા પણ એક પોસ્ટ જોઇ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, નોરા અચાનક કરણ જોહર અને તેના ફ્રેન્ડ્સની એકદમ ક્લોઝ થઇ ગઇ છે...તે હાલમાં જ આર્યન ખાન સાથે ડિનર પર જોવા મળી હતી અને તે દુબઇમાં હોસ્ટ કરવામાં આવેલી ન્યૂ યર પાર્ટીમાં પણ હતી. તો અન્ય એક યુઝરે લખ્યું, હવે અનન્યા પાંડેનું શું થશે?

    આ દરમિયાન કેટલાંક યુઝર્સ આર્યન અને નોરાને બચાવ કરતા પણ જોવા મળી હતી. એક યુઝરે લખ્યું, બંનેનો એક જ ફેન સાથે ફોટો હોવાનો મતલબ એ જ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેવામાં આ સમાચારમાં કેટલી હકીકત છે તે તો આવનારો સમય જ જણાવશે.



    જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી છેલ્લે ફિલ્મ 'એન એક્શન હીરો'મા જોવા મળી હતી. તે બાદ જલ્દી જ તે ફિલ્મ '100 પર્સેંટ'માં કામ કરતા જોવા મળશે. તેવામાં બીજી બાજુ આર્યન ખાને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા જણાવ્યું કે તેના ડેબ્યૂ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ પૂરી થઇ ગઇ છે અને તે તેના શુટિંગ માટે એક્સાઇટેડ છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Aaryan Khan, Bollywood affairs, Nora fatehi, Nora Fatehi Bold Photos

    विज्ञापन
    विज्ञापन