Home /News /entertainment /શાહરુખ ખાનની 'પઠાણ' ઇમર્સિવ સિનેમા એક્સપિરિયન્સ સાથે થિયેટરમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

શાહરુખ ખાનની 'પઠાણ' ઇમર્સિવ સિનેમા એક્સપિરિયન્સ સાથે થિયેટરમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

શાહરુખની ફિલ્મ પઠાણ ન્યુ સિનેમાં એક્સપેરિયન્સ સાથે રિલીઝ થશે

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે, એક કારણ તેની સ્ટાર કાસ્ટ અને બીજું શાહરૂખ ખાનનું 5 વર્ષ પછી મોટા પડદા પર વાપસી. આ ફિલ્મ વિશે વધુ એક અપડેટ આવ્યું છે, જેના વિશે જાણીને તમે પણ ચોક્કસ ખુશ થઈ જશો.

વધુ જુઓ ...
મુંબઈઃ શાહરૂખ ખાન સ્ટારર પઠાણ દરેક જગ્યાએ ચર્ચામાં છે. ફિલ્મ અને તેના ગીત 'બેશરમ રંગ'ને લઈને પણ થોડો વિવાદ છે. આ ગીતમાં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને વિવાદ થયો છે. આ દિવસોમાં પઠાણ વિશે સર્વત્ર ચર્ચા છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઘણી રીતે ખાસ બનવાની છે, જેમાંથી એક તેની ICE એટલે કે (ઇમર્સિવ સિનેમા એક્સપિરિયન્સ) ફોર્મેટમાં રિલીઝ થવાની છે. હા, પઠાણ એ પહેલી ભારતીય ફિલ્મ છે જે ICE ફોર્મેટમાં રિલીઝ થઈ રહી છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત સ્પાય થ્રિલર 25 જાન્યુઆરીએ હિન્દી, તમિલ અને તેલુગુમાં થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક મહિનો બાકી છે. હવે પઠાણની રિલીઝને લઈને નવા અપડેટ સાથે ચાહકોમાં તેની રાહ વધી ગઈ છે અને શક્યતાઓ વધી ગઈ છે.

ICE ફોર્મેટ શું છે?

વે તમારા મનમાં પ્રશ્નો આવતા જ હશે કે આ ICE ફોર્મેટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? તો ચાલો તમને આ વિશે પણ માહિતી આપીએ. ICE ફોર્મેટમાં, તમને ફ્રન્ટ સ્ક્રીન સિવાય ઓડિટોરિયમની બાજુની પેનલ મળે છે. જેની મદદથી તમારું ધ્યાન ભટકશે નહીં અને તમે ફોકસ થઈને ફિલ્મનો આનંદ માણી શકો છો. સાઇડ પેનલ્સની મદદથી, ICE થિયેટર એક્શન અને ઇમર્સિવ મૂવી જોવાના અનુભવમાં ઉમેરો કરે છે.








View this post on Instagram






A post shared by Shah Rukh Khan (@iamsrk)






આ પણ વાંચો : કંગના રનૌતે પોતાની સરખામણી લતા મંગેશકર સાથે કરી, કહ્યું- 'હું પૈસા માટે લગ્નમાં ડાન્સ નથી કરતી'

ICE IMAX અને 3D થી અલગ છે

ICE ટેક્નોલોજી એ એક નવી અને સંપૂર્ણપણે અલગ વસ્તુ છે, જે થિયેટરોમાં IMAX અને 3D તકનીક કરતાં અલગ અનુભવ છે. અત્યાર સુધી ભારતમાં ICE ફોર્મેટમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. એટલે કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પઠાણ પહેલી ફિલ્મ છે, જે આ ટેક્નોલોજી સાથે રિલીઝ થઈ રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ ટેક્નોલોજી PVRની મદદથી ભારતમાં લાવવામાં આવી રહી છે.
First published:

Tags: Bollywood Film, Pathan, Shahrukh Khan

विज्ञापन