એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Coronavirus) ને કારણે આખા દેશમાં લોકડાઉન છે જેને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ ટળી છે તો કેટલીયે ફિલ્મોનું શૂટિંગ અટકી પડ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકાર (Maharastra Government)એ ફરી શૂટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. પણ તેના માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી કરીને મહામારીનાં સંક્રમણથી બચી શકાય. દેશમાં અનલોક 1 બાદ કેટલીક ટીવી સીરિયલ્સનું શૂટિંગ શરૂ થયુ છે. ફણ હજુ સુધી ફિલ્મ અંગે કોઇ મોટા સમાચાર નથી. એવામાં કેટલાંક બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમનાં ઘરમાં જ એડ કે શોર્ટફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.
સલમાન ખાને (Salman Khan)એ લોકડાઉનની વચ્ચે જ બે ગીત રીલિઝ કર્યા હતાં. જેની શૂટિંગ પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર થઇ હતી. હવે લાગે છે શાહરૂખ ખાન (Shahrukh Khan) પણ તેનાં ફેન્સ માટે કંઇક લઇને આવે છે.
હાલમાં જ શહરૂખ ખાનના કેટલીક તસવીરો અને વીડિયો (Shahrukh Khan viral Photos video) સામે આવ્યા છે જેમાં તે તેનાં ઘર મન્નતની બાલકનીમાં નજર આવે છે ત્યાં જ સેટ લાગેલો છે. અને તેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
ફોટો જર્નાલિસ્ટ વિરલ ભાયણીનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યાં છે. લાગે છે કે શાહરૂખ જલદીજ તેનાં ફેન્સ માટે કંઇક નવું લઇને આવે છે. શાહરૂખની આ ફોટો જોઇને તેનાં ફેન્સ પણ ઘણાં એક્સાઇટેડ છે અને ફરી એક વખત તેને ઓનસ્ક્રીન જોવા તલપાપડ છે. આ તસવીરો પર તેનાં ફેન્સે કમેન્ટ કરીને રિએક્શન પણ આપ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર