ટીખળ કરવામાં પણ નંબર 1 છે કિંગ ખાન, આ રહ્યો પુરાવો

News18 Gujarati
Updated: November 2, 2019, 11:52 AM IST
ટીખળ કરવામાં પણ નંબર 1 છે કિંગ ખાન, આ રહ્યો પુરાવો
શાહરૂખ ખાન

કિંગ ખાનની હ્યૂમરના કેટલાક તેવા પુરાવા જે વાંચી તમે પણ કહેશો ભઇ વાહ!

  • Share this:
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને બોલિવૂડના (Bollywood) ના રોમાન્સના બાદશાહ કહેવાય છે. અભિનય સાથે શાહરૂખ ખાન સેન્સ ઓફ હ્યુમરના પણ કિંગ છે. અને આ વાતનો પરચો તેમણે અનેકવાર ઇન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયા પર પણ આપી ચૂક્યા છે. અનેક વાર શાહરૂખ ખાન તેવા જવાબ આપી દે છે કે ભલભલા પૂછનાર ચૂપ થઇ જાય છે. ત્યારે આજે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. અને 26 વર્ષથી વધુ સમયથી તે ફિલ્મ જગત સાથે જોડાયેલા છે. તો કિંગ ખાનની હ્યૂમરના કેટલાક આવા જ નમૂના અમે તમારી માટે લાવ્યા છીએ. જે વાંચી તમે પણ કહેશો ભઇ વાહ!

એક વખત એક યુવકે શાહરૂખ ખાનને ટ્વિટ કરી પુછ્યું કે મારે એક યુવતીને પ્રોમમાં લઇ જવી કંઇ મદદ કરી શકો. જેના જવાબમાં શાહરૂખે કહ્યું કે જો હું પૂછીશ તો તે તારી સાથે નહીં જાય!.
અન્ય એક યુવકે પુછ્યું કે કંઇ ઉર્દૂમાં શેર શાયરી તો કહો તો શાહરૂખ ટ્વિટ કરી રિપ્લાય આપ્યો કે પીઝા પણ ઘરે મોકલી દઉં!

વધુ એક યુવક પુછ્યું કે બોલિવૂડ કે હોલીવૂડ તો કિંગ ખાને જવાબ આપ્યો વેંચી રહ્યો છે કે શું?

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાને તેમના કેરિયરની શરૂઆત બાઝીગર જેવા નેગેટિવ રોલથી કરી હતી. અને પછી તે ડીડીએલજેના રાજ તરીકે એટલી નામના મેળવી કે આ ફિલ્મ હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. કલ હો ના હો જેવી ફિલ્મો કરી શાહરૂખે રોમાન્ટિક હિરોની ઇમેજ ઊભી કરી. તો ચક દે ઇન્ડિયા જેવી ફિલ્મો કરી અભિનેતા તરીકે પોતાને સાબિત પણ કર્યું. અને આજ કારણ છે કે શાહરૂખ ખાનને બોલિવૂડના બાદશાહ કહેવાય છે. હેપ્પી બર્થ ડે શાહરૂખ ખાન!
First published: November 2, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading