Home /News /entertainment /દિવાળી પર થશે મનોરંજનની ડબલ ધમાલ! આ ફિલ્મો સાથે શાહરૂખ-સલમાન ફરી હશે આમને-સામને

દિવાળી પર થશે મનોરંજનની ડબલ ધમાલ! આ ફિલ્મો સાથે શાહરૂખ-સલમાન ફરી હશે આમને-સામને

દિવાળી પર ફરી આમને સામને હશે બોલીવુડના બે ખાન

Salman Shahrukh Movies : સલમાન ખાનની Hfndc કિસી કા ભાઈ કિસી કી જાનના નિર્માતાઓ મેચ પહેલા ટ્રેલર રિલીઝ કરવા જઇ રહ્યા છે અને શાહરૂખ ખાન અભિનીત ‘પઠાન’ના નિર્માતાઓ પણ મેચ વચ્ચે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી રહ્યા છે. એટલે દર્શકો માટે તો દિવાળી પર ડબલ ધમાકા જેવો માહોલ હશે.

વધુ જુઓ ...
Bollywood News : દિવાળી (Diwali Festivals 2022)ના એક દિવસ પહેલા એટલે કે 23 ઓક્ટોબરે ભારતીયો પાસે સેલિબ્રેશન કરવાનું વધુ એક કારણ છે. અમે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ (India vs Pakistan cricket match)ની જે દિવાળીના એક દિવસ પહેલા રમાવા જઇ રહી છે અને બંને દેશોમાં ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ જો અમે તમને કહીએ કે, અમારી પાસે તમામ મૂવી લવર્સ માટે પણ સારા સમાચાર છે, તો?

જી હાં, જો પ્રાપ્ત અહેવાલોને સાચા માનીએ તો સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન (Salman Khan starrer ‘Kisi Ka Bhai Kisi Ki Jaan’ releases)ના નિર્માતાઓ મેચ પહેલા ટ્રેલર રિલીઝ (Trailer Release) કરી રહ્યા છે અને શાહરૂખ ખાન અભિનીત ‘પઠાન’ના નિર્માતાઓ પણ મેચ વચ્ચે ફિલ્મનું ટીઝર (Shah Rukh Khan-led Pathaan Teaser Release) રિલીઝ કરી રહ્યા છે. એટલે દર્શકો માટે તો દિવાળી પર ડબલ ધમાકા જેવો માહોલ હશે.





આ પણ વાંચો :  દેશમાં વધુ એક નવા રૂટ પર શરુ થઈ વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદીએ લીલીઝંડી દેખાડી

એવું લાગે છે કે 2020માં વૈશ્વિક મહામારીએ આપણા બધા પર જે રીતે અસર કરી હતી તે પછી 2022માં વસ્તુઓ અને જન જીવન સામાન્ય થઈ રહ્યું છે. સલમાન છેલ્લે ચિરંજીવીની ફિલ્મ 'ગોડફાધર'માં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. ત્યારે શાહરૂખ એક્ટિંગના કરિયરમાં વિશ્રામ પર છે અને વાયઆરએફ (યશ રાજ ફિલ્મ્સ)ની પઠાન ફિલ્મથી ધમાકેદાર કમબેક કરી રહ્યો છે.

હવે Boxofficeworldwide.com અનુસાર, સિનેમાના તમામ ચાહકો માટે એક મોટી સરપ્રાઇઝ આવી રહી છે. અહેવાલ મુજબ, સલમાન ખાન હેઠળની 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મનું ટ્રેલર 23 ઓક્ટોબર, 2022ના રોજ ભારત અને પાકિસ્તાન મેચ પહેલા રિલીઝ કરવામાં આવશે અને હવે જરા અનુમાન લગાવો કે, આ મેચની વચ્ચે જ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાનની ટીમ પણ તેમની ફિલ્મનું ટીઝર રિલીઝ કરી રહી છે. તેથી, તે 23મી ઓક્ટોબરના રોજ તમામ મૂવીઝર્સ માટે ડબલ 'ધમાકા' છે.



આ પણ વાંચો : 'ટૉપ ઉપર કર, મારે તારુ....' સાજિદ ખાને આ એક્ટ્રેસ સામે પણ કરી હતી ગંદી ડિમાન્ડ, થયાં ચોંકાવનારા ખુલાસા
 સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' 30 ડિસેમ્બર, 2022 ના રોજ રીલિઝ થઈ રહી છે, જ્યારે શાહરૂખ ખાન સ્ટારર 'પઠાન' આવતા વર્ષે 25 જાન્યુઆરી, 2023 ના રોજ રીલિઝ થશે. હવે દર્શકો માટે આ દિવાળી કેટલી મનોરંજનથી ભરપૂર રહે છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ અહેવાલો વહેતા થતા બંને બિગ સ્ટાર્સના ફેન્સમાં હરખની હેલી જોવા મળી રહી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Bollywood actor, Bollywood News in Gujarati, Shahrukh Khan, સલમાન ખાન

विज्ञापन
विज्ञापन