Home /News /entertainment /ક્લીન ચીટ મળ્યા પછી ક્લબમાં મિત્રોની સાથે ડ્રિંક કરતો જોવા મળ્યો આર્યન ખાન
ક્લીન ચીટ મળ્યા પછી ક્લબમાં મિત્રોની સાથે ડ્રિંક કરતો જોવા મળ્યો આર્યન ખાન
ડ્રિંક કરતો જોવા મળ્યો શાહરૂખનો લાડકવાયો.
બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હંમેશાં ચર્ચામાં રહે છે. ડ્રગ્સ કેસમાં ફસાયા પછી તે સતત ચર્ચામાં રહે છે. જો કે, NCBએ તેણે ક્લીન ચીટ આપી દીધી છે.
બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હંમેશાં ચર્ચામાં રહે છે. ડ્રગ્સ કેસમાં ફસાયા પછી તે સતત ચર્ચામાં રહે છે. જો કે, NCBએ તેણે ક્લીન ચીટ આપી દીધી છે. સાથે જ સ્પેશિયલ કોર્ટે તેનો પાસપોર્ટ પણ પાછો કરવાનો આદેશ જાહેર કરી દીધો છે. આ દરમિયાન આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આર્યન ખાન એક ક્લબમાં છે અને તે પોતાના મિત્રોની સાથે પાર્ટીમાં મસ્તી કરી રહ્યો છે. સાથે તે ડ્રિંક કરતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના ચહેરા પર માસ્ક હતું પરંતુ ડ્રિંક પીતા સમયે તેણે માસ્ક હટાવી દીધું હતું અને ડ્રિંક પીધા પછી ફરીથી ચહેરા પર માસ્ક લગાવી દીધું. વીડિયો સામે આવ્યા પછી આર્યન ખાન ફરીથી ચર્ચામાં આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં NCBએ ધરપકડ કરી હતી. તે ઘણા દિવસ સુધી જેલમાં પણ રહ્યો હતો. જો કે, બાદમાં NCBની તરફથી તેને ક્લીન ચીટ મળી ગઈ છે. NCBએ આર્યન ખાન સહિત 5 લોકોને પુરાવા ન મળવા પર છોડી દીધા હતા. એટલું જ નહીં સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનનો પાસપોર્ટ પણ પાછો કરવાનો આદેશ આપ્યો છે.
જેલમાંથી છૂટ્યા પછી ડાયરેક્શન પર ધ્યાન આપી રહ્યો છે
આર્યન ખાન જેલમાંથી છૂટ્યા પછી એક સિરીઝ ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, આ વેબ સિરીઝને પહેલાથી જ એક OTT પ્લેટફોર્મે રિલીઝ માટે અપ્રૂવ કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે, આ સિરીઝને આર્યન જ ડાયરેક્ટ કરશે. જો કે, થોડા દિવસ પહેલા મુંબઈમાં જ તેણે એક ટેસ્ટ શૂટ પણ રાખ્યું હતું. તેમાં તેની સાથે ઈન્ડસ્ટ્રીના કેટલાક યંગ ટેલેન્ટ્સ સામેલ થયા હતા. હવે આર્યન US જઈ સિનિયર રાઈટર્સ અને ડાયરેક્ટર્સની સાથે કામ કરશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર