Home /News /entertainment /

SRKની 'પઠાન'થી લઇને સલમાનની 'ટાઇગર 3' સુધી, 2023માં દરેક તહેવાર પર મળશે ભરપૂર એન્ટરટેઈનમેન્ટ

SRKની 'પઠાન'થી લઇને સલમાનની 'ટાઇગર 3' સુધી, 2023માં દરેક તહેવાર પર મળશે ભરપૂર એન્ટરટેઈનમેન્ટ

2023 બોલિવૂડની દ્રષ્ટિએ રસપ્રદ અને એન્ટરટેઈનિંગ રહેશે (તસવીરો સાભાર: iamsrk/beingsalmankha/Instagram)

Movies Release In 2023: આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મ્સની યાદી સામે આવી છે. આ લિસ્ટ અનુસાર લગભગ દરેક તહેવારે ફિલ્મ રીલિઝ કરવાની યોજના છે.

    મુંબઇ: આગામી વર્ષ એટલે કે 2023 બોલિવૂડની દ્રષ્ટિએ રસપ્રદ અને એન્ટરટેઈનિંગ રહેશે. આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મ્સની યાદી સામે આવી છે. આ લિસ્ટ અનુસાર લગભગ દરેક તહેવારે ફિલ્મ રીલિઝ કરવાની યોજના છે. જાણીતા ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે જણાવ્યું છે કે, શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની ફિલ્મ 'પઠાન'થી લઇને સલમાન ખાન(Salman Khan)ની 'ટાઇગર 3' સુધીની ફિલ્મ્સ કયા-કયા તહેવાર પર રીલિઝ થવાની છે.

    વર્ષની શરૂઆતમાં ઉતરાયણ પર રીલિઝ થવાની ફિલ્મની વાત કરીએ તો સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' રૂપેરી પડદે જોવા મળશે. આ પછી શાહરૂખ ખાન લગભગ ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર ગણતંત્ર દિવસના પ્રસંગે વાપસી કરશે. તેની ફિલ્મ 'પઠાન' રીલિઝ થવાની છે. તરણ આદર્શે વર્ષ 2023માં રીલિઝ થવાની ફિલ્મ્સનું કેલેન્ડર બનાવ્યું છે. કેલેન્ડર પર કરીએ એક નજર.


    વેલેન્ટાઇન ડે પર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'

    વેલેન્ટાઇન ડે પર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' રીલિઝ થશે. આ ફિલ્મ દ્વારા દર્શકોને ફરી એક વખત આલિયા અને રણવીરની શાનદાર કેમિસ્ટ્રી સ્ક્રીન પર જોવા મળશે.

    આ પણ વાંચો: Chetan Bhagat બન્યા દિલ્હી વાસી, દિલ્હીમાં ખરીદ્યો કરોડોની કિંમતનો આલીશાન ફ્લેટ


    હોળીથી લઇને ઈદ સુધી રીલિઝ થવાની ફિલ્મ્સ


    રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર અનટાઇટલ્ડ ફિલ્મ હોળીના તહેવાર પર રીલિઝ થશે. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નામ અત્યાર સુધી સામે આવ્યું નથી, પરંતુ રીલિઝ ડેટ આવી ગઇ છે. રામ નવમી પર ફિલ્મ 'ભોલા' તો ગુડ ફ્રાઇડે પર 'બવાલ' અને 'બુલ' રીલિઝ થશે. સલમાન ખાને ઇદ પર તેના ચાહકોની ઇદી આપવાની તૈયારી કરી લીધી છે. દબંગ ખાનની ફિલ્મ 'ટાઇગર 3' રીલિઝ થશે.

    ડંકીની રીલિઝ ડેટ

    સ્વતંત્રતા દિવસ પર રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'એનીમલ' સિનેમાઘરોમાં રીલિઝ થશે. ગાંધીજયંતી પર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર' રીલિઝ થશે. વર્ષના છેલ્લા મહિનામાં ક્રિસમસ પર શાહરૂખ ખાનની 'ડંકી' અને અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની 'બડે મિયાં ઔર છોટે મિયાં' રીલિઝ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood Film, Bollywood Gossip, Upcoming Movies

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन