Home /News /entertainment /Greatest Actors: શાહરુખ ખાને રચ્યો ઇતિહાસ, દુનિયાના શ્રેષ્ઠ 50 અભિનેતાઓમાંથી એક બન્યો પઠાણ, એકમાત્ર ભારતીય
Greatest Actors: શાહરુખ ખાને રચ્યો ઇતિહાસ, દુનિયાના શ્રેષ્ઠ 50 અભિનેતાઓમાંથી એક બન્યો પઠાણ, એકમાત્ર ભારતીય
બૉલીવુડના બાદશાહ શાહ રૂખ ખાન
Empire Magazine Shahrukh Khan: 'એમ્પાયર મેગેઝિન' દ્વારા અત્યાર સુધીના 50 મહાન કલાકારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સામેલ થનાર શાહરૂખ ખાન એકમાત્ર ભારતીય કલાકાર છે.
SHAHRUKH KHAN: એકતરફ દેશમાં પઠાણ ફિલ્મના ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો આ વિવાદ વચ્ચે બોલિવૂડના સુપરસ્ટાર અને હિન્દી સિનેમાના દિગ્ગજ શાહરૂખ ખાનના નામે વધુ એક ખિતાબ નોંધાયો છે. શાહરૂખ ખાનને 'એમ્પાયર મેગેઝિન' દ્વારા અત્યાર સુધીના 50 મહાન કલાકારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સામેલ થનાર શાહરૂખ ખાન એકમાત્ર ભારતીય કલાકાર છે. મેગેઝિને કિંગ ખાનની પ્રશંસામાં ઘણા શબ્દો લખ્યા છે અને તેની ફિલ્મોનો ઉલ્લેખ પણ કર્યો છે.
50 મહાન અભિનેતાઓમાં 'કિંગ ખાન' એકમાત્ર ભારતીય એમ્પાયર મેગેઝિને તેના ફેબ્રુઆરી 2023ના અંક માટે વાચકોને સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતાઓ માટે મત આપવા જણાવ્યું હતું અને હવે તેની યાદી બહાર પાડી છે. હોલીવુડ સ્ટાર્સ ટોમ હેન્ક્સ, માર્લોન બ્રાન્ડો, રોબર્ટ ડી નીરો, ડેન્ઝલ વોશિંગ્ટન જેવા ઘણા દિગ્ગજ કલાકારોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ અભિનેતા શાહરૂખ ખાનને પણ ભારતીય સિનેમામાંથી સ્થાન મળ્યું છે.
શાહરૂખના આ પાત્રોને મળ્યું ખાસ નોમિનેશન મેગેઝિને તેની સુપરહિટ ફિલ્મોમાં શાહરૂખ દ્વારા ભજવવામાં આવેલા પાવરફુલ કેરેક્ટર્સને પણ ખાસ નોમિનેશન આપવામાં આવ્યા છે. જેમાં દેવદાસ (દેવદાસ મુખર્જી), કુછ કુછ હોતા હૈ (રાહુલ) અને સ્વેદાશ (મોહન ભગર્વ) જેવી ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
એમ્પાયર મેગેઝીને સાથે શાહરૂખની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતુ કે, 'મિસ માર્વેલના ફેવરિટ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની લગભગ ચાર દાયકાની હિટ કારકિર્દી છે. વિશ્વભરમાં તેના અબજો ચાહકો છે. તેનો અદ્ભુત કરિશ્મા છે અને તેઓ લગભગ દરેક સ્ટાઈલમાં સફળ છે, લગભગ એક્ટિંગમાં એવું કંઈ નથી જે તે ન કરી શકે.
" isDesktop="true" id="1304940" >
બોલિવૂડના બાદશાહની કારકિર્દી આવી રહી છે 1992માં ફિલ્મ 'દીવાના'થી શાહરૂખ ખાને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે 'ડર', 'બાઝીગર' અને 'અંજામ'માં નેગેટિવ રોલથી છવાયેલો હતો, પરંતુ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ) એ તેમને 'કિંગ ઓફ રોમાંસ' તરીકે સ્થાપિત કરી દીધો હતો. SRK એ અત્યાર સુધી 3 દાયકા સુધી હિન્દી સિનેમામાં કામ કર્યું છે અને અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'પઠાણ'ને લઈને ચર્ચામાં છે જે આવતા વર્ષે 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર