શાહરૂખ ખાને જ્યારે કરી હતી ગણપતિ સ્થાપના, અબરામનું પૂજા કરવું કટ્ટરપંથિઓને નહોતું ગમ્યું

શાહરૂખ ખાન ગણેશજીમાં ખાસ આસ્થા ધરાવે છે Photo- @iamsrk/Instagram

Ganesh Chaturthi 2021: શાહરૂખ ખાન (Shah Rukh Khan)નાં ઘરમાં હોળી, દિવાળીથી લઇ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) સુધી ઇદ અને રમઝાનની ધૂમધામથી તૈયારીઓ થાય છે. એક વખત શાહરૂખ ખાને ગણેશોત્વ દરમીયાન તેના ઘરે ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી હતી. જેની તસવીરો તેણે શેર કરી હતી જેનાં પર ટ્રોલર્સે તેને નિશાને લીધો હતો.

  • Share this:
    Ganesh Chaturthi 2021: બોલિવૂડનાં ઘણાં કલાકાર લાંબા સમયથી ધર્મનિરપેક્ષતાનું ઉદહારણ આપે છે. બી ટાઉનમાં એવાં ઘણાં સ્ટાર્સ છે જેઓ કોઇપણ ધર્મ વિશેષનાં હોવા છતાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવે છે. જોકે, સમાજનો એક વર્ગ એવો છે જે તેનાંથી ખુશ નથી. દેશ આખામાં ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી થાય છે. ગણપતિ બપ્પામાં ભક્તિ અને આસ્થા રાખનારા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે. બોલિવૂડનાં કિંગ કાન એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને બોલિવૂડનાં ભાઇજાન સલમાન ખાન (Salman Khan) પણ ગણપતિની આસ્થાથી સ્થાપના કરે છે અને પૂજા અર્ચના કરે છે. પણ કટ્ટરપંથીઓને તે પસંદ નથી. તેથી તેઓએ એક વખત ગણેશોત્સવ દરમિયાન તેને ભારે ટ્રોલ કર્યા હતાં.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝ ગિલ ગ્લુકોઝ પર છે? લોકોએ પુછ્યાં સવાલ તો ડ્રેસ ડિઝાઇનરે જણાવ્યું સત્ય

    એક વખત, શાહરૂખ ખાને ગણેશ મહોત્સવ દરમીયાન તેમનાં ઘરે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરી હીત. શાહરૂખ ખાને તે બાદ તેનાં નાના દીકરા અબરામ (Abram)ની તસવીરો શેર કરી હતી. જે ગણેશ પૂજા કરતો હતો. આ તસવીરની સાથે શાહરૂખે લખ્યું હતું કે, 'અમારા ગણપતિ 'પપ્પા' ઘરે આવ્યા છે. મારો નાનકો તેમને આ જ નામથી બોલાવે છે'

    Photo- @iamsrk/Instagram


    આ તસવીર જોયા બાદ ગણાં લોકોએ ધર્મનિરપેક્ષતા માટે શાહરૂખ ખાનનાં દિલ ખોલીને વખાણ કર્યાં હતાં. તો કેટલાંક કટ્ટરપંથીઓ પણ હતાં જેમને મુસ્લિમ હોવા પર હિન્દૂ પૂજા કરવા માટે શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પર આલોચના કરી હતી.

    આ પણ વાંચો-Ganesh Chaturthi 2021: બચ્ચનથી દેવગન સુધી.. સેલિબ્રિટીઝે કર્યું ગજાનનનું સ્વાગત, PHOTOS

    ઘણાંએ તેને 'પાપ' ગણાવ્યું હતું. તો કોઇએ કહ્યું હતું કે, આ તમે સારુ નથી કરી રહ્યાં, જોકે, શાહરૂખ ખાન પર આ આલોચનાઓની કોઇ ફરક ન હતું પડ્યું. અને તે દર વર્ષે તેનાં ઘરે ગણેશ ચતુર્થી ઉજવે જ છે.

    Photo- @iamsrk/Instagram


    આપને જણાવી દઇએ કે, શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે બાળપણમાં એક રિફ્યૂજી કોલોનીમાં રહેતો હતો જ્યાં રામલીલા અને ઇદ બંનેની દિલથી ઉજવણી થતી હતી. તેથી તેને ક્યારેય તેનાં બાળકોને કોઇ એક ધર્મમાં માનવા માટે દબાણ નથી કર્યું. તેનાં બાળકો કોઇપમ ધ્મમાં માને કે ન માને તે તેમની સ્વતંત્ર ઇચ્છા છે.

    આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: