Home /News /entertainment /Pathaan Trailer : 'પઠાણ'ના ટ્રેલરમાં મોટો ટ્વિસ્ટ, ફિલ્મ રિલિઝ પહેલા જ ફેન્સને મળશે એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ!
Pathaan Trailer : 'પઠાણ'ના ટ્રેલરમાં મોટો ટ્વિસ્ટ, ફિલ્મ રિલિઝ પહેલા જ ફેન્સને મળશે એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ!
મેકર્સ ટ્રેલરને લઇને મોટો ટ્વિસ્ટ લઇને આવવાના છે
Shah Rukh Khan Movie Pathaan Trailer : શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની રિલિઝ પહેલા તેના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે મેકર્સ ટ્રેલરને લઇને મોટો ટ્વિસ્ટ લઇને આવવાના છે.
Pathaan Trailer : શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પઠાણ' (Pathaan)ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફેન્સ પોતાના ફેવરેટ એક્ટરને 5 વર્ષ બાદ લીડ એક્ટર તરીકે સિલ્વર સ્ક્રીન પર જોશે. ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલિઝ થશે.
તે જ સમયે, ફેન્સ પણ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે અને થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મેકર્સ 10 જાન્યુઆરીએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. હવે લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ 'પઠાણ'ના બે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ આનંદ દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) પણ જોવા મળવાના છે. જણાવી દઈએ કે આ ફિલ્મ વિશે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સલમાન ખાન (Salman Khan) પણ તેમાં કેમિયો કરતો જોવા મળશે.
'પઠાણ'ના ટ્રેલરમાં આદિત્ય ચોપરાએ લગાવ્યું ભેજું
એક રિપોર્ટ મુજબ, 'આદિત્ય ચોપરા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બનાવી રહ્યો છે અને તે જાણે છે કે દર્શકોને કેવી રીતે આકર્ષિત કરવા. પઠાણ ફિલ્મ વિશે લોકોને ખબર પડી ગઈ છે કે સલમાન ખાન કેમિયો કરવા જઈ રહ્યો છે. તો આદિત્ય ચોપરાએ તેની પ્રોડક્શન ટીમને ફિલ્મ પઠાણના બે ટ્રેલર કાપવા કહ્યું છે. એક ટ્રેલર સલમાન ખાન વગર રિલીઝ થશે અને બીજું ટ્રેલર સલમાન ખાન સાથે રિલીઝ થશે.
'પઠાણ'નો સતત થઈ રહ્યો છે વિરોધ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'ના સોન્ગ 'બેશરમ રંગ'ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે સામાન્ય લોકોથી લઇને સેલેબ્સ પણ પોતાના રિએક્શન આપી રહ્યા છે. હકીકતમાં, ફિલ્મના સોન્ગમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ બિકીની પહેરી છે અને લોકોનું કહેવું છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પછી શાહરૂખ ખાનની ફિલ્મનો વિરોધ શરૂ થયો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર