Home /News /entertainment /થઇ ગયો ખુલાસો! શાહરૂખ ખાનની 'પઠાણ' OTT પર આ તારીખે થશે રિલીઝ,જાણી લો ક્યારે અને ક્યાં જોઇ શકશો ફિલ્મ
થઇ ગયો ખુલાસો! શાહરૂખ ખાનની 'પઠાણ' OTT પર આ તારીખે થશે રિલીઝ,જાણી લો ક્યારે અને ક્યાં જોઇ શકશો ફિલ્મ
'પઠાણ'ની આટીટી રિલીઝ ડેટનો ખુલાસો
Pathaan OTT Release:શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મ 'પઠાણ' થિયેટર્સમા 25 જાન્યુઆરીએ રિલિઝ થશે. તેવામાં ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. હકીકતમાં ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ પણ સામે આવી છે.
Pathaan OTT Release Date: બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) પોતાની મચ અવેટેડ ફિલ્મ 'પઠાણ'થી (Pathaan) ચાર વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. તેવામાં ફેન્સ પણ 'પઠાણ'ની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ વચ્ચે 'પઠાણ'ની આટીટી રિલીઝ ડેટ નો (Pathaan OTT Release Date) પણ ખુલાસો થઇ ગયો છે.
જણાવી દઇએ કે શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ 'પઠાણ'ની થિએટ્રિકલ રિલીઝના નવ દિવસ પહેલા, દિલ્હી હાઇકોર્ટે સોમવારે યશરાજ ફિલ્મ્સની ફિલ્મમાં ઓટીટી રિલીઝ માટે કેટલાંક બદલાવ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન જ ખુલાસો થયો કે પઠાણ 25 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ શકે છે.
દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પહેલાથી જ અપ્રુવ કરવામાં આવી છે. જ્યારે 'પઠાણ' ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 25 એપ્રિલે પ્રિમિયર થશે. જો કે, તે પહેલા તેને રી-સર્ટિફિકેશન માટે સીબીએફસીને ફરીથી સબમિટ કરવું પડશે.
બદલાવ બાદ CBFC પાસેથી લેવું પડશે રિ-સર્ટિફિકેશન
બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, દિલ્હી હાઈકોર્ટે 'પઠાણ'ના મેકર્સને વિઝુઅલ અને હિયરિંગ Impairments વાળા લોકોના ફાયદા માેટે ફિલ્મની ઓટીટી રિલીઝ માટે હિન્દી સબટાઈટલ્સ, ક્લોઝ કૅપ્શન્સ સાથે સાથે ઑડિયો ડિસ્ક્રીપ્શન આપવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સીબીએફસીને આપેલી સૂચનાઓ મુજબ ફેરફાર કરીને ફરીથી સર્ટિફિકેટ મેળવવા માટે પણ કહ્યું છે.
બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, કોર્ટે મેકર્સને 20 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ CBFCને 10 માર્ચ સુધીમાં નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, કોર્ટે થિયેટર્સમાં રિલીઝ અંગે કોઈ નિર્દેશ આપ્યો નથી, કારણ કે ફિલ્મની રિલીઝ નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ એપ્રિલમાં OTT પર આવશે, તેથી OTT વર્ઝનમાં તમામ ફેરફારો કરવા જરૂરી છે. તમને જણાવી દઈએ કે એક્શન-થ્રિલર 'પઠાણ'ને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને પઠાણ 25 જાન્યુઆરીએ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.
શાહરુખ ખાન વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ચાર વર્ષ પછી 'પઠાણ'થી સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. તે છેલ્લે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ નયનતારા અને રાજકુમાર હિરાનીની 'ડંકી' ઉપરાંત શાહરૂખ ખાન પાસે એટલીની એક્શન થ્રિલર 'જવાન' પણ પાઇપલાઇનમાં છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર