Home /News /entertainment /શાહરૂખ ખાને અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ કઈ ખરીદી છે? કિંગ ખાને જણાવ્યું
શાહરૂખ ખાને અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ કઈ ખરીદી છે? કિંગ ખાને જણાવ્યું
શાહરૂખ માટે સૌથી મોંઘી વસ્તુ કઈ છે
જ્યારે હું મુંબઈ આવ્યો, તો હું પહેલાથી જ પરણિત હતો અને મારી પત્ની ગૌરીની સાથે એક નાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મારી સાસુ કહેતા હતા, તું આટલા નાનાં ઘરમાં રહે છે. આખરે જ્યારે મેં મનન્તને જોઈ, તો એવું લાગ્યું કે દિલ્હીવાળી કોઠી છે અને તેથી મેં તેને ખરીદ્યો અને આ સૌથી મોંઘી વસ્તુ હતી જે મેં ખરીદી હતી.
મુંબઈ. બૉલીવુડ એકટર શારુખ ખાન હાલમાં જ વર્લ્ડ ઑફ સ્ટૅટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની 8 સૌથી અમીર એક્ટર્સની લિસ્ટમાં શામેલ છે. તેને ચોથું સ્થાન મળ્યું છે, જેનાથી અંદાજ લગાવી શકાય છે કે તેમની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી અને તે કિંમતી વસ્તુનો માલિક છે. પરંતુ શું તમે જાણો છો કે શારુખે અત્યાર સુધી સૌથી મોંઘું શું ખરીદ્યું છે. જો તમને નથી ખબર તો અમે તમને જણાવીશું. આ કોઈ ઘડિયાળ, કપડાં અથવા કાર નહીં પરંતુ તેના દિલની નજીક શાહરૂખનું ઘર મનન્ત છે.
વર્ષ 2019 માં રેડિયો મિર્ચી સાથે એક ઇન્ટરવ્યુમાં એકટરએ ખુલાસો કર્યો હતો કે, તેનું મુંબઈ વાળુ ઘર મનન્ત "સૌથી મોંઘી વસ્તુ" છે, જેને તેમને ખરીદ્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખે કહ્યું કે, હું દિલ્હીનો છું અને દિલ્હીના લોકોને સોસાયટી એટલે કે બંગલામાં રહેવાનો કોન્સેપ્ટ છે. મારો એક નાનો બંગલો છે.
જ્યારે હું મુંબઈ આવ્યો, તો હું પહેલાથી જ પરણિત હતો અને મારી પત્ની ગૌરીની સાથે એક નાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મારી સાસુ કહેતા હતા, તું આટલા નાનાં ઘરમાં રહે છે. આખરે જ્યારે મેં મનન્તને જોઈ, તો એવું લાગ્યું કે દિલ્હીવાળી કોઠી છે અને તેથી મેં તેને ખરીદ્યો અને આ સૌથી મોંઘી વસ્તુ હતી જે મેં ખરીદી હતી. અહેવાલો અનુસાર, SRK એ આ આલીશાન બંગલો 2001માં રૂ. 13.32 કરોડની જંગી કિંમતમાં ખરીદ્યો હતો. હવે આ મિલકતની કિંમત રૂ. 200 કરોડ છે!
The sea of love as I see it. Thank u all for being there and making this day ever so special. Gratitude…and only Love to you all. pic.twitter.com/IHbt4oOfYc
શાહરૂખ ખાન જ નહીં ફેન્સ માટે પણ એક્ટરનું ઘર કોઈ મંદિરથી કમ નથી. જ્યાં દર વર્ષે તેના જન્મદિવસ અને ઈદ પર લોકો આવે છે. તેમજ શાહરૂખ પણ પોતાના ઘર મનન્તમાં પોતાના ફેન્સને મળે છે અને શુભેચ્છા પાઠવે છે.
તેમજ તેની ઝલક એક્ટરે એક વીડિયોમાં પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે સિવાય વાત કરીએ તો ડેકોરની તો ગયા વર્ષે શાહરૂખની પત્ની ગૌરી ખાન, જે ઈન્ટીરિયર ડેકોરેટર છે તેને મનન્તના પ્રવેશ દ્વાર માટે એક નવી નેમ પ્લેટ ડિઝાઈન કરી હતી, જેમાં મનન્ત લખ્યું હતું.
તમને જણાવી દઈએ કે 25 જાન્યુઆરીએ શારુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાન રિલીઝ થવાની છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં રિલીઝ પહેલાં જ આ ફિલ્મના બુકિંગ કરવા માટે ફેન્સ ઉત્સુક છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર