Home /News /entertainment /શાહરૂખ ખાનની દરિયાદિલી, દિલ્હીની હચમચાવી નાંખનારી ઘટનામાં જીવ ગુમાવનાર અંજિલીના પરિવાર માટે કર્યુ ગજબ કામ
શાહરૂખ ખાનની દરિયાદિલી, દિલ્હીની હચમચાવી નાંખનારી ઘટનામાં જીવ ગુમાવનાર અંજિલીના પરિવાર માટે કર્યુ ગજબ કામ
અંજલિ પરિવારની એકમાત્ર કમાનાર હતી
શાહરૂખ ખાનની એનજીઓ મીર ફાઉન્ડેશને હવે અંજલિ સિંહના પરિવારની મદદ કરી છે. એનજીઓએ પરિવારને અજ્ઞાત રકમ દાનમાં આપી છે. જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે.
દિલ્હીની હચમચાવી નાંખનારી ઘટનામાં જીવ ગુમાવનાર અંજલિના પરિવાર માટે શાહરૂખ ખાનની NGOએ મદદનો હાથ લંબાવ્યો છે. દિલ્હીમાં બનેલી આ ઘટનામાં અંજલિને કારમાં લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડવામાં આવી હતી.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) એ જણાવ્યું કે તે કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. અંજલિ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી અને તેના પરિવારની એકમાત્ર કમાનાર હતી. હવે આ ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા માટે કિંગ ખાનની NGO આગળ આવી છે.
રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની એનજીઓ મીર ફાઉન્ડેશને હવે અંજલિ સિંહના પરિવારની મદદ કરી છે. એનજીઓએ પરિવારને અજ્ઞાત રકમ દાનમાં આપી છે. જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે. રિપોર્ટ અનુસાર, "શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશને અંજલિ સિંહના પરિવારને આર્થિક મદદ કરી છે.
અંજલિ પરિવારની એકમાત્ર કમાનાર હતી, જેમાં તેની માતા અને ભાઈ-બહેનનો સમાવેશ થાય છે. ત્યારે કમાઉ સભ્યના અવસાન બાદ પરિવારમાં શોકની સાથે સાથે ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી હતી.
શાહરૂખે તેના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પર મીર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. અગાઉ એનજીઓ મીર ફાઉન્ડેશને વંચિત મહિલાઓ અને બાળકોને મદદ કરવા માટે સપોર્ટ કર્યો છે.
ન્યૂ યરની સવારે અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર જઈ રહી હતી, તે દરમિયાન એક કારે તેમને ટક્કર મારી. તેમાં પાંચ લોકો હતા, બધા નશામાં હતા. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર અંજલિનો પગ કારના આગળના ડાબા વ્હીલમાં ફસાઈ ગયો હતો. જ્યારે આ કાર તેને લગભગ 12 કિલોમીટર સુધી ઢસડી રહી હતી, ત્યારે અંજલિની મિત્ર નિધિ ચુપચાપ અકસ્માત બાદ અહીંથી ભાગી ગઈ હતી.
અંજલિના મૃત શરીર પર એક પણ કપડું નહોતું. તેની ચામડી પણ બોડી પરથી નીકળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, અંજલિની ખોપડી પણ ફાટી ગઇ હતી, તેનું બ્રેન મેટર પણ જમીન સાથે ઢસડાઇને ગાયબ થઈ ગયું હતું. તેની પાંસળીઓ નીકળી ગઈ હતી. આરોપીઓએ ફસાયેલા મૃતદેહને કારમાંથી કાઢવા માટે અનેક વખત યુ-ટર્ન લીધા હતા. લાશને કાઢી નાંખ્યા દીધા બાદ આરોપી કાર તેના માલિકના ઘરે છોડીને ઓટોરિક્ષામાં ફસાસ ગયા હતા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર