Shah Rukh Khan: પાંચ એવા પ્રસંગો જ્યાં કિંગખાને સારા પિતા, પતિ અને ભાઈ હોવાનો આપ્યો દાખલો

શાહરૂખ ખાન જન્મદિવસ

શાહરુખે કિંગ બનવા માટે ખૂબ જ મહેનત કરી છે. બેરી જ્હોન સાથેના તેના દિવસોથી લઈને લાખો લોકોના હૃદય જીતવાની તેની સફર પ્રેરણાદાયક રહી છે. શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે તે વ્યક્તિગત રીતે પણ સારો વ્યક્તિ છે

 • Share this:
  શાહરુખ ખાન (Shah Rukh Khan)એ 2 નવેમ્બરે પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. શાહરુખ ખાનના જન્મદિવસ (shahrukh khan birthday) નિમિત્તે આખો દિવસ મન્નતની બહાર ચાહકો ઉમટી પડ્યા હતા. બોલિવૂડ (Bollywood) સેલિબ્રિટીઝે પણ શાહરુખ ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

  શાહરુખે કિંગ બનવા માટે ખૂબ જ મહેનત કરી છે. બેરી જ્હોન સાથેના તેના દિવસોથી લઈને લાખો લોકોના હૃદય જીતવાની તેની સફર પ્રેરણાદાયક રહી છે. શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે તે વ્યક્તિગત રીતે પણ સારો વ્યક્તિ છે. તેણે ક્યારેય તેના પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની તક ચૂકી નથી. આજે અહીં શાહરુખ શા માટે ફેમિલી મેન છે, તેનું ઉદાહરણ આપતા પાંચ કિસ્સા રજૂ કરવામાં આવ્યા છે.

  'હું પઠાણ છું અને હું મારા પરિવાર માટે ખૂબ પ્રોટેક્ટિવ છું'

  2007નો આ કિસ્સો છે. જ્યારે શાહરુખે મજાક મજાકમાં સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહની આંખમાં દુષ્ટતા જોઈ હોવાની વાત કહી હતી. ત્યારબાદ બંને વચ્ચે ખટરાગ થયો હતો. પરિણામે, પક્ષના કાર્યકરોના જૂથે મન્નતની સામે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને કારણે આર્યન અને સુહાના રડવા લાગ્યા હતા, પરિણામે શાહરૂખ ખાન ગુસ્સે થયો હતો. મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, હું તેમને છોડત નહીં. તમે મારા બાળકોને રડાવશો નહીં. હું પઠાણ છું અને હું મારા પરિવાર માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છું

  'હું તેમની સાથે રહેવા માટે પળોની ચોરી કરું છું. તે પળો શ્રેષ્ઠ સ્ટ્રેસ-બસ્ટર છે'

  પેરેન્ટ સર્કલ સાથેની મુલાકાતમાં કિંગ ખાન તેની ફિલ્મ 'ઝીરો' વિશે વાત કરી રહ્યો હતો, ત્યારે ઇન્ટરવ્યુ લેનારે તેના ડોટિંગ પિતા (અતિ પ્રેમાળ પિતા) હોવા વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું કે, મને ખબર નથી કે, હું ડોટિંગ કરું છું કે નહીં. પરંતુ મને તેમની સાથે સમય પસાર કરવો ગમે છે. હું તેમની સાથે રહેવા માટે સમયની ચોરી કરું છું. જે ખરેખર શ્રેષ્ઠ સ્ટ્રેસ-બસ્ટર છે.

  'હું મારી બહેનને પ્રેમ કરું છું, તે મારા કરતાં ઘણી સારી વ્યક્તિ છે'

  શાહરૂખ ખાને જૂના ઇન્ટરવ્યુમાં તેની બહેનની સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. જેમાં તેણે તેના પિતાને ગુમાવવાના આઘાતમાંથી તેની બહેન શેહનાઝ લાલારુખ કઈ રીતે પસાર થઈ તેના અંગે જણાવ્યું હતું. MA, LLB અને લેડી શ્રી રામ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શેહનાઝને પિતાની ગુમાવ્યા બાદ ઊંડો આઘાત લાગ્યો હતો. તેના એક દાયકા પછી ભાઈ-બહેને માતાને ગુમાવી ત્યારે આઘાત વધ્યો હતો.

  આ વાતનો ઉલ્લેખ કરતા ઇન્ટરવ્યુમાં ખાને કહ્યું હતું કે, જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે તેણે તેની દુનિયા બદલી નાખી હતી. તે ડિપ્રેશનમાં સરકી ગઈ હતી. જો કે, તે અત્યારે વધુ સારી છે, પરંતુ હજી પણ તેને કેટલીક તકલીફ છે. હું મારી બહેનને પ્રેમ કરું છું. મને લાગે છે કે, તે પ્રભુનું સંતાન છે અને ખૂબ ભોળી અને નિર્દોષ છે

  'મુશ્કેલીથી પટાવી છે, લગ્ન તો કરવા પડશે'

  શાહરૂખ ખાન અને ગૌરી ખાન 30 વર્ષથી સુખી દામ્પત્ય જીવન જીવે છે. સ્ટારડમ અને વ્યસ્તતા છતાં શાહરુખ ખાન ગૌરી માટે ખૂબ જ અદભુત પતિ છે. પ્રીતિ ઝિન્ટા સાથેના ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, મારા નિર્માતાઓએ મને લગ્ન ન કરવાનું કહ્યું હતું. તેઓએ કહ્યું, બેચલર હીરોની ફેન ફોલોઇંગ વધુ હોય છે. જેના જવાબમાં મેં કહ્યું, મુશ્કેલીથી પટાવી છે, લગ્ન તો કરવા પડશે.

  'મારું નામ તેમનું જીવન બગાડી શકે છે અને હું તે ઇચ્છતો નથી'

  જર્મન ટીવી ચેનલને આપેલા જૂના ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાને કહ્યું હતું કે, મારો સૌથી મોટો ડર તેમના પર પડતી મારી ખ્યાતિની અસરનો છે. હું નથી ઇચ્છતો કે તેઓ તેનાથી સંપૂર્ણપણે ઘેરાઈ જાય. મારું નામ તેમનું જીવન બગાડી શકે છે અને હું તે ઇચ્છતો નથી. હું તેમના પિતા તરીકે ઓળખાવા માંગુ છું.

  આ પણ વાંચોશાહરૂખ ખાન જન્મદિવસ: Bugatti Veyronથી લઈને Hyundai Creta સુધી, કિંગ ખાન પાસે છે આ શાનદાર કાર

  ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન રમૂજી જવાબથી લોકોને આકર્ષે છે. તેનું સેન્સ ઓફ હ્યુમર ખૂબ સારું છે. શાહરૂખ ઘણા મુશ્કેલ પ્રશ્નોના આવા ઝડપી અને યુનિક જવાબો આપે છે કે શ્રોતા એક ક્ષણ માટે અટકી જાય છે. ઇન્ટરવ્યુ હોય, ટોક શો હોય કે પછી એવોર્ડ સમારંભ હોય, શાહરૂખ તેના પ્રભાવશાળી જવાબથી પ્રશ્ન પૂછનારને અચંબિત કરી દે છે.
  Published by:kiran mehta
  First published: