Home /News /entertainment /એક વર્ષ પછી આર્યન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો, શાહરૂખે ફોટોઝ પર કમેન્ટ કરી

એક વર્ષ પછી આર્યન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો, શાહરૂખે ફોટોઝ પર કમેન્ટ કરી

એક વર્ષ પછી આર્યન ખાને ઈન્સ્ટાગ્રામ ફોટો પોસ્ટ કર્યો.

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન માટે ગયું વર્ષ મુશ્કેલી ભર્યું રહ્યું. આર્યનની ડ્રગ ક્રૂઝ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં તેણે ક્લીન ચીટ મળી ગઈ છે. આર્યને આ કેસ પછી સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધું હતું, પરંતુ હવે તે પાછો સોશિયલ મીડિયા પર પાછો આવી ગયો છે.

વધુ જુઓ ...
    શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન માટે ગયું વર્ષ મુશ્કેલી ભર્યું રહ્યું. આર્યનની ડ્રગ ક્રૂઝ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં તેણે ક્લીન ચીટ મળી ગઈ છે. આર્યને આ કેસ પછી સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધું હતું, પરંતુ હવે તે પાછો સોશિયલ મીડિયા પર પાછો આવી ગયો છે. સ્ટારકિડે પોતાની બહેન સુહાના ખાન અને ભાઈ અબરામની સાથે હેપ્પી ફોટો પોસ્ટ કર્યો છે.

    આર્યન ખાને છેલ્લે 15 ઓગસ્ટ 2021ના રોજ એક પોસ્ટ શેર કરી હતી, સોમવારે આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહેન સુહાના ખાન અને નાના ભાઈ અબરામની સાથે ક્યુટ તસવીર શેર કરી છે. તસવીરની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “હેટ-ટ્રિક”. પહેલી તસવીરમાં આર્યન ઓલિવ ટી-શર્ટ અને ડેનિમ જેકેટમાં સ્માર્ટ લાગી રહ્યો છે. આ તસવીરમાં સુહાના ખાને ઓફ-શોલ્ડર ડેનિમ કો-ઓર્ડ પહેર્યું છે અને તે સ્ટનિંગ લાગી રહી છે. અબરામે ડેનિમ જીન્સની સાથે બ્લેક હુડી પહેરી છે. બીજી તસવીરમાં આર્યન અને અબરામનો ક્લોઝઅપ શોર્ટ છે.








    View this post on Instagram






    A post shared by Aryan Khan (@___aryan___)






    શાહરૂખ ખાને ફોટો પર કમેન્ટ કરતા આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેની પાસે પોતાના બાળકોનો આ ફોટો કેમ નથી. કમેન્ટ કરતા શાહરૂખે લખ્યું- મારી પાસે આ ફોટો કેમ નથી મને અત્યારે મોકલો. ફેન્સ પણ આ ફોટોઝ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુહાન, આર્યન અને અબરામની ફોટોઝ પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- તમે બિલકુલ એસઆરકે જેવા લાગો છે. એક અન્ય યુઝરે લખ્યું- એક જ ફ્રેમમાં 3 ક્યૂટીઝ.

    શાહરૂખ ખાનની વાત કરીએ તો તે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતા દીપિકા પાદુકોણની સાથે ફિલ્મના શૂટિંગ માટે રવિવારે ચેન્નઈ ગયો છે. રિપોર્ટ્સના અનુસાર, એક્ટ્રેસ ફિલ્મમાં એક કેમિયો પ્લે કરી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aaryan Khan, Instagram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन