Home /News /entertainment /

એરપોર્ટ પર શાહરૂખ ખાનના ફેન્સે કર્યું ખરાબ વર્તન, આર્યને બોડીગાર્ડની જેમ પિતાને પ્રોટેક્ટ કર્યા

એરપોર્ટ પર શાહરૂખ ખાનના ફેન્સે કર્યું ખરાબ વર્તન, આર્યને બોડીગાર્ડની જેમ પિતાને પ્રોટેક્ટ કર્યા

એરપોર્ટ પર શાહરૂખ ખાનના ફેન્સે કર્યું ખરાબ વર્તન.

શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ પોતાના દીકરા આર્યન ખાન અને અબરામ ખાનની સાથે એરપોર્ટ પર જોવા મળે છે. આ ત્રણેય એરપોર્ટથી બહાર આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ શાહરૂખને એક વ્યક્તિ પર ગુસ્સો આવી ગયો.

વધુ જુઓ ...
    શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ પોતાના દીકરા આર્યન ખાન અને અબરામ ખાનની સાથે એરપોર્ટ પર જોવા મળે છે. આ ત્રણેય એરપોર્ટથી બહાર આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ શાહરૂખને એક વ્યક્તિ પર ગુસ્સો આવી ગયો, કેમ કે તેને શાહરૂખની સાથે સેલ્ફી લેવા માટે જબરદસ્તી તેણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આર્યન ખાન બોડીગાર્ડની જેમ આગળ આવે છે અને શાહરૂખને શાંત કરે છે. શાહરૂખની ટીમ પણ તે વ્યક્તિને શાહરૂખની પાસે જવાથી રોક્યો હતો.

    સોશિયલ મીડિયા પર શાહરૂખનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાને કાળા કલરનું જેકેટ અને બી ટ્રેક પેન્ટની સાથે એક સફેદ ટી શર્ટ પહેરી છે, જ્યારે આર્યન વાદળી કલરની ટી શર્ટ અને ગ્રે કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો. અબરામે લાલ કલરના કપડાં પહેર્યા હતા.




    વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન એરપોર્ટથી બહાર નીકળતા સમયે અબરામનો હાથ પકડી રાખે છે. કેમ કે આર્યન તેની સાથે ચાલી રહ્યો છે. અચાનકથી એક વ્યક્તિ આવે છે અને શાહરૂખ ખાનની સાથે સેલ્ફી લેવા માટે ખરાબ વર્તન કરે છે. આ જોઈ અબરામ પણ ડરી જાય છે.

    ફેન્સે શાહરૂખ ખાનનો સપોર્ટ કર્યો

    શાહરૂખ ખાનના આ વીડિયો પર તેના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું, જ્યારે તે વ્યક્તિ શાહરૂખની પાસે પહોંચે છે તો અબરામ ડરી જાય છે. એક યુઝરે લખ્યું, મારું દિલ આર્યન પર આવી ગયું તેને શાહરૂખનો બોડીગાર્ડની જેમ બચાવ કર્યો. એક અન્ય યુઝરે લખ્યું, લોકો પર્સનલ સ્પેસનો અર્થ ક્યારે સમજશે.

    આ ફિલ્મોમાં જોવા મળશે શાહરૂખ ખાન

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન અત્યારે ફિલ્મ ‘ડંકી‘ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે તાપસી પન્નુની સાથે ફિલ્મનં એક શિડ્યુઅલ પૂરું કર્યું છે અને ભારત આવી ગયો છે. ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો અને વીડિયો લીક પણ થયા છે. આ ફિલ્મને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે. તે સિવાય શાહરૂખ ‘પઠાન’, અને ‘જવાન’માં પણ જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aaryan Khan, Shah Rukh Khan, Video viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन