જ્યારે યુવકે પુછ્યું, છોકરી પટાવવાની ટીપ્સ આપો, કિંગ ખાને આપ્યો દિલ ખુશ કરતો જવાબ

જ્યારે યુવકે પુછ્યું, છોકરી પટાવવાની ટીપ્સ આપો, કિંગ ખાને આપ્યો દિલ ખુશ કરતો જવાબ
શાહરૂખ ખાન

છોકરી પટાવવા માટે એક બે ટિપ્સ આપો. આ સવાલના રીપ્લાયમાં શાહરુખે ખૂબ વિનમ્રતા દાખવી કહ્યું કે, પહેલી વાત તો એમ કે પટાવવી શબ્દનો ઉપયોગ ન કરો. નમ્રતા અને આદર સાથે પ્રયત્ન કરો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાને તાજેતરમાં #AskSRK હેઠળ Ask Me Anythingનું વધુ એક સેશન કર્યું હતું. આ સેશન દરમિયાન ચાહકોએ શાહરુખ ખાનને અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

આ સેશન દરમિયાન શાહરુખ ખાને પોતાની આગવી અદામાં ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. બુધવારે બપોરે ટ્વિટર યુઝર્સને અભિનેતાએ કોઈ પણ બાબતે પ્રશ્નો પૂછવાની મોકળાશ આપી હતી. આ સેશન ખૂબ રસપ્રદ રહ્યું હતું. સેશન દરમિયાન આગામી ફિલ્મો, ક્રિકેટ ટીમ સહિતની બાબતોના પ્રશ્નો પુછાયા હતા. જોકે એક પ્રશ્ન ખૂબ આગવો હતો. જેમાં @ALBELLA_SRKMSDનામની ચાહકે યુવતીઓના દિલ કઈ રીતે જીતી શકાય તે અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો.રોમાન્સના કિંગે શું કહ્યું?

આ સવાલ હિન્દી ભાષામાં પૂછવામાં આવ્યો હતો. યુઝરે લખ્યું હતું કે, છોકરી પટાવવા માટે એક બે ટિપ્સ આપો. આ સવાલના રીપ્લાયમાં શાહરુખે ખૂબ વિનમ્રતા દાખવી કહ્યું કે, પહેલી વાત તો એમ કે પટાવવી શબ્દનો ઉપયોગ ન કરો. નમ્રતા અને આદર સાથે પ્રયત્ન કરો.

આ રીપ્લાયને ચાહકોએ ખૂબ લાઈક કર્યો હતો. કિંગ ખાન જવાબ આપવામાં વિનમ્રતાના કિંગ નીકળ્યા હતા. તેમણે મહિલાઓના સન્માનની વાત કરી હતી. આ જવાબથી યુઝર્સ પ્રભાવિત થયા હતા.

શાહરુખ લગભગ 3 દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં છે. એવોર્ડ સમારંભ અને ઇન્ટરવ્યૂ સહિતના કાર્યક્રમોના તેના વન લાઈનર્સ અને વિનોદી સ્વભવ લોકોને ખૂબ ગમે છે. સેન્સ ઓફ હ્યુમરમાં પણ શાહરુખ કિંગ સાબિત થાય છે.

સોશ્યલ મીડિયા પર અભિનેતાએ આપેલા વિનોદપૂર્ણ જવાબ ઘણી વાર હેડલાઇન્સ બને છે. તે મજાક ઉડાવે છે. થોડા વર્ષો પહેલા એક ચાહકે શાહરૂખને ટ્વીટ કરી તેની હાઇસ્કૂલના પ્રોમ માટે સલાહ માંગી હતી.

ચાહકે ટ્વિટ કરીને કહ્યું હતું કે, @iamsrk સર, મહેરબાની કરીને મને પ્રોમ માટે છોકરીને પૂછવા મદદ કરો????” આશ્ચર્યજનક રીતે શાહરુખ ખાને જવાબ આપ્યો કે, "@ sarthakkher મારુ કહેવું છે કે, તે તમારી સાથે નહીં જાય… હા. હા." બાદમાં છોકરાએ છોકરીને પ્રોમ માટે પૂછ્યું હતું અને તેને સારા સમાચાર સાથે ખાનને ટ્વિટ કર્યું હતું. છોકરીએ આમંત્રણ સ્વીકારી લીધાનું જાણી શાહરુખ ખાને છોકરાને સલાહ આપતા કહ્યું કે, તેનું ગૌરવ જળવાય તે રીતે નમ્રતા અને પ્રેમથી વર્તજે.

શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણ માટે તડામાર તૈયારી થઈ રહી છે. જેમાં તે સિક્રેટ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે.
Published by:News18 Gujarati
First published:April 02, 2021, 15:29 pm