શબાના આઝમીએ PM મોદીની બાયોપિક ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

News18 Gujarati
Updated: March 25, 2019, 5:46 PM IST
શબાના આઝમીએ PM મોદીની બાયોપિક ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
શબાના આઝમીએ PM મોદીની બાયોપિક પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

શબાના આઝમીએ PM મોદીની બાયોપિક પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

  • Share this:
મુંબઇ: હાલમાં જ બોલિવૂડની કોઇ મોટી ફિલ્મને લઇને ચર્ચા છે તો તે છે PM મોદીની બાયોપીક. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં છે.

ગત દિવસોમાં ફિલ્મનાં લિરિક્સ ક્રેડિટમાં પોતાનું નામ જોઇને જાવેદ અખ્તર ભડક્યા હતાં., તેમણે કહ્યું કે, તેમને ફિલ્મ માટે કોઇ જ ગીત નથી લખ્યુ તો તેમનું નામ પોસ્ટરમાં કેમ છે. હવે તેમની પત્ની શબાના આઝમીએ PM મોદીની બાયોપિક પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

શબાના આઝમીએ કહ્યું કે, 'આ સંપૂર્ણ સ્પષ્ટ વાત છે કે, તેનાથી લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે અને તે માનવા પર મજબૂર કરવામાં આવે છે કે જાવેદ અખ્તરે શ્રીમાન PM નરેન્દ્ર મોદી માટે ગીત લખ્યુ છે જ્યારે ગીત 'ઇશ્વર અલ્લાહ તેરે જહાં મે..' દીપા મેહતાની ફિલ્મ 1974 અર્થથી લેવામાં આવ્યું છે. '

આ પણ વાંચો
-દીપિકાની 'છપાક'નો First Look જાહેર, જોઇને જ રૂવાંટાં ઉભા થઇ જશે
-
 સૌથી મોંઘી એક્ટ્રેસ બની કંગના, જયલલિતાની Biopic માટે રૂ. 24 કરોડ લેશે
આ પહેલા જાવેદ અખ્તરે 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર શેર કરીને આશ્ચર્ય જતાવ્યું હતું કે, તેમનું નામ ફિલ્મનાં ટ્રેલરની ક્રેડિટમાં કેમ છે જ્યારે તેઓ ફિલ્મનો ભાગ નથી. ત્યારે ફિલ્મનાં એક નિર્માતા સંદીપ એસ. સિંહે આ મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
First published: March 25, 2019, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading