કાર અકસ્માતમાં ઘાયલ શબાના આઝમીની હાલત સ્થિર, પોલીસે ડ્રાઇવર સામે કેસ નોંધ્યો

News18 Gujarati
Updated: January 19, 2020, 8:47 AM IST
કાર અકસ્માતમાં ઘાયલ શબાના આઝમીની હાલત સ્થિર, પોલીસે ડ્રાઇવર સામે કેસ નોંધ્યો
કાર અકસ્માત.

શબાના આઝમીને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાંથી મુંબઈના અંધેરી ખાતે આવેલી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર શનિવારે બપોરે રોડ અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ શબાના આઝમીની હાલત સ્થિર છે. શનિવારે સાંજે તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાંથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અહીં તેઓ ડૉક્ટરની દેખરેખમાં છે. આ બનાવ બાદ શબાના આઝમીના ડ્રાઇવર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર ટ્રક ડ્રાઇવરે દાખલ કરાવી છે, જેની સાથે કારનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારની સાથે સાથે ટ્રકના પાછળના ભાગને પણ નુકસાન થયું છે.

FIRમાં શું લખવામાં આવ્યું

પોતાની ફરિયાદમાં ટ્રક ડ્રાઇવરે શબાના આઝમીના ડ્રાઇવર અમલેશ કમાત પર ખૂબ ઝડપથી અને જોખમી રીતે કાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર ચાલક એક વાહનને ઑવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ સમયે જ કાર ટ્રક સાથે અથડાઈ હતી.

કેવી રીતે અકસ્માત થયો

રાયગઢના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અનિલ પરાસકરે જણાવ્યું કે આ દુર્ઘટના મુંબઈથી 60 કિલોમીટર દૂર ખાલાપુરમાં એ સમયે થઈ હતી, જ્યારે પુણે જઈ રહેલા શબાના આઝમી અને જાવેદ અખ્તરની ટાટા સફારી કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જાવેદ અખ્તરે શુક્રવારે જ પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. રાયગઢ પોલીસે જણાવ્યું કે શબાનાના પતિ અને ગીતકાર જાવેદ અખ્તર પણ સાથે જ મુસાફરી કરી રહ્યા હતા, તેમને કોઈ ઈજા પહોંચી નથી. જ્યારે કાર ચાલકને નાની મોટી ઈજા પહોંચી છે.

હૉસ્પિટલમાં દાખલ શબાના આઝમી

શબાનાને પહેલા નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને મુંબઈના અંધેરી સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોકિલાબેન અંબાણી હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક અને સીઈઓ ડૉક્ટર સંતોષ શેટ્ટીએ મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, 'શબાનાની હાલત સ્થિર છે. તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.' નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ શનિવારે રોડ અકસ્માતનો ભોગ બનેલા અભિનેત્રી શબાનાની તબીયત ઝડપથી સારી થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'રોડ અકસ્માતમાં શબાના આઝમી ઘાયલ થવાના સમાચાર દુઃખદ છે. હું તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.'
First published: January 19, 2020, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading