Home /News /entertainment /

B'day Special: શબાના આઝમીએ જ્યારે રોલ માટે ખરેખરમાં કરાવ્યું હતું મુંડન, થઇ ગઇ હતી બબાલ

B'day Special: શબાના આઝમીએ જ્યારે રોલ માટે ખરેખરમાં કરાવ્યું હતું મુંડન, થઇ ગઇ હતી બબાલ

(Photo @azmishabana18/Instagram)

શબાના આઝમી (Shabana Azmi)ને વર્ષ 2012માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવાંમાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન મેળવી શબાનાએ ટ્વિટર પર લખ્યું હતું, 'હાલમાં ભારતનાં રાષ્ટ્રપતિનાં હાથે પદ્મ ભૂષણ મળવા, ખુબજ સારુ અનુભવ કરી રહી છું.'

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અદાકારી અને ધાકડ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ થતી શબાના આઝમી (Shabana Azmi)નો આજે 71મો જન્મ દિવસ છે. સોશિયલ મીડિયા પર પણ તેનાં જન્મ દિવસની વધામણીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. બોલિવૂડમાં શબાના આઝમી 70,80 અને 90નાં દાયકામાં છવાયેલી રહેતી. તેણે ફિલ્મોમાં આવતા પહેલાં સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ફિલ્મોની સાથે શબાના, અનિલ કપૂરનાં ટીવી જાસૂસી શો '24'માં કામ કરી ચૂકી છે. આમ તો શબાનાની બીજી ઓળખ ગીતકાર જાવેદ અખ્તરની પત્નીનાં રૂપમાં પણ થાય છે.

  શબાના આઝમીની ડેબ્યૂ ફિલ્મ 'અંકુર' હતી. જે 1974માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં શબાનાએ એક નોકરાણીનો રોલ અદા કર્યો હતો. આ ફિલ્મ હિટ રહી અને શબાનાને આ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ આપવામાં આવ્યો. જાવેદ અખ્તર અને શબાના આઝમીની જોડી બોલિવૂડની ખાસ જોડીઓમાં ગણાય છે. પણ આ વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે, શબાનાનું નામ લગ્ન પહેલાં ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂર સાથે પણ જોડાઇ ચુક્યં હતું.

   આ પણ વાંચો-મનોજ બાજપેયીનાં પિતાની સ્થિતિ ગંભીર, કેરળથી દિલ્હી તુંરત જ પહોચ્યો એક્ટર

  જયા બચ્ચન હતી તેમની પ્રેરણા સ્ત્રોત
  શબાના આઝમી જયા બચ્ચનથી ખુજ ઇન્સ્પાયર્ડ હતાં. તેમનાંથી જ પ્રેરણાં લઇ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. શબાનાએ તેનાં ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. 'ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્ડસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા' દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મમાં જયા ભાદુરીને જોઇ મે પુણે ઇન્સ્ટીટ્યૂટમાં આવવાનો નિર્ણય કર્યો હતો.  5 વખત જીત્યો નેશનલ એવોર્ડ- શબાના આઝમીની સૌથી મોટી ઓળખ છે કે તે 5 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. તેણે વર્ષ 1983, 1984,1985માં સતત ત્રણ વર્ષ નેશનલ એવોર્ડ તેનાં નામે કર્યો. આમ કરનારી તે એક માત્ર એક્ટ્રેસ છે. આપને જણાવી દઇએ કે તે પ્રસિદ્ધ શાયર કૈફી આઝમીની દીકરી છે. એક્ટિંગથી લઇ સોશિયલ એક્ટિવિસ્ટ બનવું તેનાં પરિવાર અને પરવરિશનાં દિવસોની છે.

  સારી ફિલ્મો છે તેમની કમજોરી- શબાના આઝમી સારી ફિલ્મો માટે કંઇપણ કરી શકે છે. અહીં સુધી કે તેઓ તેમનું માથુ મુંડાવી શકે છે. શબાના આઝમીએ ટેલીવિઝન પર પણ કામ કર્યું છે. 'એક મા જો લાખો કે લીયે બની અમ્મા' સીરિયલમાં નજર આવી. અને તે માટે તેમનાં ખુબજ વખાણ થયા હતાં.

  આ પણ વાંચો-Bigg Boss OTT Finale: જાણો ફિનાલે તારીખથી લઈ પ્રાઈઝ મની સુધી બધી જ ડિટેલ્સ

  2012માં પદ્મ ભૂષણથી થઇ હતી સન્માનિત- શબાના આઝમીને વર્ષ 2012માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પાસેથી આ સન્માન મેળવી શબાના આઝમીએ ટ્વિટ કરી હતી કે, 'હાલમાં ભારતનાં રાષ્ટ્રપતિનાં હાથે પદ્મ ભૂષણ મળ્યું, ખુબજ સારુ અનુભવ કરી રહી છું.' હું તે તમામ લોકોનો આભાર માનવાં ઇચ્છીશ. જેમણે આ સફરને સંભવ બનાવી.

  આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Shabana Azmi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन