Home /News /entertainment /Shaan B'day: શાન 50 વર્ષનો થયો, પિતાની છત્રછાયા ગુમાવી તો નાની ઉંમરે જિંગલ્સ ગાઈ ઉઠાવી ઘરની જવાબદારી

Shaan B'day: શાન 50 વર્ષનો થયો, પિતાની છત્રછાયા ગુમાવી તો નાની ઉંમરે જિંગલ્સ ગાઈ ઉઠાવી ઘરની જવાબદારી

સિંગર શાન પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

Happy Birthday Shaan: પોતાના અવાજથી લોકોને દિવાના બનાવનાર સિંગર શાન પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતીય પ્લેબેક સિંગર, કંપોઝર, એક્ટર અને ટીવી હોસ્ટ તરીકે પ્રખ્યાત, શાને તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

    Happy Birthday Shaan: પોતાના અવાજથી લોકોને દિવાના બનાવનાર સિંગર શાન પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતીય પ્લેબેક સિંગર, કંપોઝર, એક્ટર અને ટીવી હોસ્ટ તરીકે પ્રખ્યાત, શાને તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

    શાન નામના પ્રખ્યાત પ્લેબેક સિંગર શાંતનુ મુખર્જીનો જન્મ 30 સપ્ટેમ્બર 1972ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. શાનને સંગીત વારસામાં મળ્યું છે. શાનના દાદા જહર મુખર્જી જાણીતા ગીતકાર હતા અને પિતા માનસ મુખર્જી સંગીત નિર્દેશક હતા. જ્યારે શાન માત્ર 13 વર્ષનો હતો ત્યારે તેના માથા પરથી તેના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

    આ પણ વાંચો : TMKOC: ઈવેન્ટમાં બબીતાજી વિશે જ્યારે બાળકે કહી દીધી એવી વાત કે, જેઠાલાલ ગુસ્સેથી થઈ ગયા લાલચોળ

    માતા સંગીતમાં જોડાઈ અને ઘર ચલાવવા લાગી. શાને નાની ઉંમરે જ જાહેરાત ફિલ્મો માટે જિંગલ્સ ગાવાનું પણ શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરે ફિલ્મમાં પહેલીવાર ગાયું હતું, ત્યારથી ગાવાનું શરૂ થયેલુ આજે પણ યથાવત છે. શાન એક સફળ ગાયક, સંગીતકાર અને હોસ્ટ છે જે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

    શાન એવો ગાયક છે જે લાઈમ લાઈટમાં નથી રહેતો. ખૂબ જ શાંત અને ગંભીર ગર્વ માટે કહી શકાય કે વારસામાં સંગીત મળ્યું છે. શાનની બહેન સાગરિકા પણ સિંગર છે. બાળપણમાં કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ હતી પરંતુ રિયાઝ ચાલુ રહ્યો. 1989માં, શાનને માધુરી દીક્ષિત, અનિલ કપૂર અને નાના પાટેકરની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ પરિંદામાં ગાવાની તક મળી.


    બહેન સાથેનો શાનનું આલ્બમ હિટ રહ્યો

    તે જ વર્ષે, શાને તેની બહેન સાગરિકા સાથે મળીને પ્રથમ વખત એક મ્યુઝિક કંપની માટે ગીતો ગાયા. આરડી બર્મનનું ગીત 'રૂપ તેરા મસ્તાના' રિમિક્સ ગાયું હતું જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. બહેન ભાઈનું આ આલ્બમ હિટ રહ્યો હતો. શાનને વાસ્તવિક ઓળખ 'ભૂલ જા' અને 'તન્હા દિલ' ગીતોથી મળી હતી. આ ગીતો શાન પાસે ફિલ્મોની લાઇન લગાવે છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन