Home /News /entertainment /મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો થયો પર્દાફાશ: ડિમાન્ડ પર હતા સ્ટાર્સના ન્યૂડ વિડીયો
મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો થયો પર્દાફાશ: ડિમાન્ડ પર હતા સ્ટાર્સના ન્યૂડ વિડીયો
ફાઇલ ફોટો
આ વિડીયો અન્ય લોકોને ટ્વિટર, ડાર્ક નેટ અને ટેલિગ્રામ જેવી સોશ્યલ મીડિયા એપ્લિકેશન પર વેચવામાં આવતા હતા અને તેના બદલે પૈસા પડાવવામાં આવતા હતા. આ લોકો દાવો કરતા હતા કે જે સ્ટારનો ન્યુડ વિડીયો જોઈએ છે, તેને તેઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રહણ લાગ્યું હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ રાજ કુન્દ્રાનો પોરનોગ્રાફીનો કેસ ઠંડો નથી પડ્યો. ત્યારે હવે મુંબઈ પોલીસે સેક્સટોર્શન (Sextortion) રેકેટને લઈને મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ પોલીસે બોલીવુડના સિતારાઓ (Bollywood Celebrities)ને સેક્સટોર્શનમાં ફસાવતી એક ગેંગ ઝડપી છે. મુંબઈ પોલીસ અનુસાર, આ રેકેટમાં 100થી વધુ બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ટીવી સ્ટાર્સને સેક્સટોર્શનનો શિકાર બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધી આ ગેંગના 4 લોકોની ધરપકડ કરી છે.
અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલિંગ
સેક્સટોર્શન રેકેટ અંગે મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ લોકો સોશ્યલ મીડિયા દ્વારા સ્ટાર્સ સાથે તેમની નિકટતા વધારતા હતા અને પછી અશ્લીલ વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા. આ ગેંગે તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાંખવા માટે નેપાળના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.
મુંબઈ પોલીસે નાગપુર, ઓડિશા, ગુજરાત, કોલકાતામાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપી વ્યવસાયે એન્જિનિયર છે, જ્યારે એક સગીર છે. મુંબઈ પોલીસે આ ચારેય લોકોની પૂછપરછ કરી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ગેંગે 258 લોકોને સેક્સટોર્શનમાં ફસાવ્યા હતા. જેમાં બોલિવૂડ અને ટીવીના 100 મોટા સ્ટાર્સ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ ચારેય પાસેથી મોબાઈલ, 12 નકલી એકાઉન્ટ્સ, 6 નકલી ઈમેલ આઈડી અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે.
ડિમાન્ડ ક્લેમ પર ન્યૂડ વિડીયો
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા. ત્યારબાદ તેમનો વિશ્વાસ જીતીને તેમનો અશ્લીલ વિડીયો બનાવ્યો. આ વિડીયોના બદલામાં સેલિબ્રિટીઝ અને પીડિતો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. એટલું જ નહીં, આ વિડીયો અન્ય લોકોને ટ્વિટર, ડાર્ક નેટ અને ટેલિગ્રામ જેવી સોશ્યલ મીડિયા એપ્લિકેશન પર વેચવામાં આવતા હતા અને તેના બદલે પૈસા પડાવવામાં આવતા હતા. આ લોકો દાવો કરતા હતા કે જે સ્ટારનો ન્યુડ વિડીયો જોઈએ છે, તેને તેઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
નિષ્ણાંતોના મતે, સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા તેમના સ્ટાર્સ સાથે મિત્રતા કરતા હતા. પછી 6 મહિના કે તેથી વધુ સમય પસાર થયા બાદ તે વ્યક્તિને તેના પ્રેમ જાળમાં ફસાવવામાં આવતી હતી. પછી ક્યારેક તેમને વિડીયો કોલ પર ન્યૂડ આવવાનું કહેવામાં આવતું અને આ દરમિયાન તેને ઉશ્કેરીને તેનો વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવતો હશે. ત્યારબાદ આ વિડીયોને પબ્લિક પ્લેટફોર્મ પર ન લઇ જવાની શરતે પીડિત પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી.
સાયબર સેલ (Cyber Cel)ને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ નેપાળમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ એજન્સીઓથી બચવા માટે કર્યો હતો. સાયબર સેલે હવે નેપાળ વહીવટીતંત્રને આ મામલે જાણ કરીને બેંક એકાઉન્ટ્સને લગતી ડિટેલ્સ માંગી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર