દેહ વેપાર કરતી બે એક્ટ્રેસ રંગેહાથે ઝડપાઈ, 1.8 લાખમાં નક્કી થયો હતો સોદો

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  થાણે: ક્રાઇમ બ્રાન્ચનાં એક યૂનિટ એકની ટીમે બુધવારે બપોરે થાણેનાં પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં રેડ પાડી સેક્સ રેકેટનો પડદાફાર્શ કર્યો હતો આ સમયે બે એક્ટ્રેસ એક મહિલા એજન્ટ એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં માલૂમ થયુ કે લોકડાઉનમાં કામ ન મળતાં તેમણે વેશ્યાવૃત્તિનો ધંધો શરૂ કર્યો હતો.

  ક્રાઇમબ્રાન્ચનાં અધિકારીએ જણાવ્યું કે, થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ એકની ટીમને મળેલી માહિતીને આધારે છાપેમારી કરવામાં આ વી હતી. અને સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલી બંને એક્ટ્રેસ પાસે લોકડાઉનમાં કામ ન હોવાથી પૈસાની તંગી સર્જાઇ હતી તેથી તેમણે આ કામ કરવાનો નિર્ણય કર્યો હતો.

  માહિતી મુજબ, બંને એક્ટ્રેસ મુંબઇમાં એક મોટા સેક્સ રેકેટ એજન્ટનાં સંપર્કમાં હતી. પણ વૈશ્યાવૃતિ માટે તેમણે થાણે વિસ્તાર પસંદ કર્યો કારણ કે તેમને અહીંની પોલીસથી એટલો ડર ન હતો. પણ તેમ છતાં તેઓની ધરપકડ થઇ ગઇ. એક રાતની કિંમત દલાલ ગ્રાહક પાસેથી બે લાખ રૂપિયા લેતા હતાં જ્યારે મહિલાઓને 1.80 લાખ રૂપિયા આપતા હતાં.

  રેડ દરમિયાન પોલીસે બે એક્ટ્રેસ સહિત બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી વધુ તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.

  આ એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ છે, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલાં લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: