મુંબઇ સેશન કોર્ટે ગહના વશિષ્ઠ (Gehana Vasisth)ની આગોતરા જામીન અરજી રદ કરી દીધી છે. કોર્ટે શર્લિન ચોપરાની પણ અગ્રિમ જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં રાજ કુન્દ્રા (Raj Kundra) અને તેનાં સહયોગી રેયાન થોર્પેની ગત મહિને ઘરપકડ થઇ હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અશ્લીલ ફિલ્મ મામલે મુંબઇની એક સેશન કોર્ટે ગુરુવારે એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasisth)ની આગોતરા જામીન અરજી ખારીજ કરી દીધી છે. આ હાઇ પ્રોફાઇલ કેસમાં બિસનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) મુખ્ય આરોપી છે. ધરપકડનાં ડરે એક્ટ્રેસે અતિરિક્ત સત્ર ન્યાયાધીશ સોનાલી અગ્રવાલ સામે અગ્રિમ જામી અરજી દાખલ કરી હતી. કોર્ટે તેને ગુરુવારે ખારીજ કરી દીધી છે. ગત અઠવાડિયે કોર્ટે એક્ટ્રેસની ધરપકડ કરવા મામલે કોઇ જ સંરક્ષણ આપવાનો ઇન્કાર કરી દીધો હતો
ન્યાયાધીશે કહ્યું હતું કે, 'હાલની FIRમાં આ આરોપ ગંભીર પ્રકૃતિનાં છે. આરોપીએ અન્ય પીડિતાઓને ચુંબન અને સેક્સ દ્રશ્યો કરવાં વિવશ કર્યા. આ પ્રકારનાં આરોપો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતાં મને નથી લાગતું કે આ અંતરિમ રાહત આપવી ઉપયુક્ત છે.'
મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મ બનાવવાં અને તેને વિભિન્ન મોબાઇલ એપ દ્વારા પ્રસારિત કરવા મામલે ઘણાં કેસ દાખલ છે. આ કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા અને તેનાં સહયોગી રેયાન થોર્પેની ગત મહિને જ ધરપકડ થઇ હતી. જે હાલમાં ન્યાયિક હિરાસતમાં છે. કોર્ટે હાલમાં જ અન્ય આરોપી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી હતી અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ કેસમાં 11 લોકોની ધરપકડ થઇ ગઇ છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે વિભિન્ન એપ સંચાલકોનાં 7.5 કરોડ રૂપિયાની રાશિ જપ્તે કરી છે.
મુંબઇ પોલીસે દાવો કર્યો છે કે, રાજ કુન્દ્રા કંપની લંડન સ્થિત કંપની છે અને ભારતમાં અશ્લીલ સામગ્રીનું નિર્માણ કરે છે. બ્રિટિશ કંપની તેનાં નિકટનાં સંબંધીની છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુન્દ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીનો કરાર લંડનની કપંની કેનરિન સાથે થયો હતો જે 'હોટસ્પોટ' એપની માલિક છે. સંયુક્ત પોલીસ આયુક્ત મિલિંદ ભારમ્બેએ જણાવ્યું હતું કે, 'કંપનીનું રજિસ્ટ્રેશન લંડનમાં થયું છે પણ સમાગ્રીનું નિર્માણ, એપનું પરિચાલન અને તમામ કાર્યવાહીની વ્યવસ્થા કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થતું હતું.' તેણે જણાવ્યું કે, કેનરિનનો માલિક કુન્દ્રાનો સંબંધી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, પોલીસે બંને કંપનીનાં સંબંધ સ્થાપિત હોવા માટે પૂરાવા ભેગા કર્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર