'તારક મહેતા' ની આ એક્ટ્રેસનો બાળપણનો ફોટો જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરી શકો, જાણો કોણ છે આ એક્ટ્રેસ
'તારક મહેતા' ની આ એક્ટ્રેસનો બાળપણનો ફોટો જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરી શકો, જાણો કોણ છે આ એક્ટ્રેસ
એક્ટ્રેસનો બાળપણનો ફોટો જોઈને તમે પણ નહીં ઓળખી શકો.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)એ ટિલિવિઝનનો સૌથી લોકપ્રિય શો છે. આ શોની કોમેડી લોકોને ઘણી પસંદ આવે છે અને શોના પાત્રો તો લોકોના મનમાં વસી ગયા છે. ફેન્સ આ શો વિશે દરેક જાણકારી જાણવા માગે છે. તારક મહેકા કા ઉલ્ટા ચશ્મામાં સ્ટારકાસ્ટ ઘણી બધી છે અને આ એક્ટર્સ પોતાની પર્સનલ લાઈફને ક્યારેક જ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)એ ટિલિવિઝનનો સૌથી લોકપ્રિય શો છે. આ શોની કોમેડી લોકોને ઘણી પસંદ આવે છે અને શોના પાત્રો તો લોકોના મનમાં વસી ગયા છે. ફેન્સ આ શો વિશે દરેક જાણકારી જાણવા માગે છે. તારક મહેકા કા ઉલ્ટા ચશ્મામાં સ્ટારકાસ્ટ ઘણી બધી છે અને આ એક્ટર્સ પોતાની પર્સનલ લાઈફને ક્યારેક જ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ દરમિયાન એક ફોટો સામે આવ્યો છે, જેને જોઈ તમે ઓળખી પણ નહીં શકો કે આ તસવીર કોણી છે.
કોણ છે આ ક્યુટ બાળકી?
આ તસવીરમાં એક ક્યુટ બાળકી જોવા મળી રહી છે, જેમાં તે ખુલીને હસી રહી છે. આ બાળકના હાસ્ય પર કોઈનું પણ દિલ આવી જાય, પરંતુ આજે આ બાળકી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં એક માતાની ભૂમિકા નિભાવી રહી છે. લોકો તેના રોલને ઘણો પસંદ પણ કરે છે. શું તમે હજી સુધી પણ નથી ઓળખી શક્યા કે આ ક્યુટ દેખાતો ફોટો કઈ એક્ટ્રેસનો છે?
માસૂમ અને ક્યુટ દેખાતી આ બાળકી બીજું કોઈ નહીં પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં માધવીની ભૂમિકા નિભાવતી સોનાલિકાની છે. સોનાલિકા શોમાં સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભિડેની પત્ની અને સોનુની મમ્મીની ભૂમિકા નિભાવી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર કંઈના કંઈ શેર કરતી રહે છે.
સોનાલિકાનો અભ્યાસ
સોનાલિકા જોશીએ મિરાંડા હાઈ સ્કૂલ કોલકાતાથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. તેના પછી તેણે યુનિવર્સિટી ઓફ મુંબઈથી હાયર એજ્યુકેશન પૂરું કર્યું. તેણે ઈતિહાસમાં BA કર્યું છે. સોનાલિકાએ ફેશન ડિઝાઈનિંગ અને થિયેટરની ડિગ્રી પણ લીધી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવી ભિડેની ભૂમિકા નિભાવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવી મરાઠી સિરિયલમાં જોવા મળી હતી. જો કે, તેને ઓળખ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી મળી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર