શબાના આઝમીએ 'કુછ કુછ હોતા હૈ' જોઈ કરણ જોહરને ખખડાવી નાંખ્યો હતો, કાજોલની આ વાત સાથે હતો વાંધો

કુછ કુછ હોતા હૈ ફિલ્મ

આ ફિલ્મનો જાદુ લોકો પર છવાઈ ગયો હતો પણ શબાના આઝમીને આ ફિલ્મમાં કેટલાક વાંધા લાગ્યા હતા અને તેમણે કરણ જોહરને ફોન કરીને ખખડાવી નાંખ્યો હતો. બાદમાં કરણ જોહરે પણ આ ફિલ્મ વાંધાજનક હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

  • Share this:
    કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota Hai) ફિલ્મ બોક્સ ઓફીસ (Box Office) પર સુપર ડુપર હિટ નીવડી હતી. યુવા વર્ગ આ ફિલ્મથી ખૂબ જ આકર્ષાયો હતો અને આ ફિલ્મના પાત્રો લોકોના દિલમાં ઉતરી ગયા હતા. આજે પણ આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં મુકવામાં આવે છે. ફિલ્મમાં શાહરૂખ ખાન (Shahrukh khan), રાની મુખર્જી (Rani mukharji) અને કાજોલ (Kajol) મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે ફિલ્મનો જાદુ લોકો પર છવાઈ ગયો હતો પણ શબાના આઝમીને આ ફિલ્મમાં કેટલાક વાંધા લાગ્યા હતા અને તેમણે કરણ જોહરને ફોન કરીને ખખડાવી નાંખ્યો હતો. બાદમાં કરણ જોહરે પણ આ ફિલ્મ વાંધાજનક હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

    કુછ કુછ હોતા હૈ ફિલ્મને લઈ શબાના આઝમીની વાતનો ઉલ્લેખ કરણ જોહરે 2019માં મેલબોર્ન ખાતે યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કર્યો હતો. તેણે માન્યું હતું કે, કુછ કુછ હોતા હૈ યોગ્ય ફિલ્મ નહોતી. શબાના આઝમીએ યુકેમાં ક્યાંક આ ફિલ્મ જોઈ હતી અને તેમણે મને ફોન કર્યો હતો. તેઓને ફિલ્મ જોઈને ધ્રાસકો લાગ્યો હતો.

    શું કહ્યું કરણ જોહરે?

    કરણ જોહરનું કહેવું હતું કે, શબાના આઝમી મારા પર વરસી પડ્યા હતા. કારણ કે, મેં લીડ કેરેક્ટર અંજલિના વાળ ટૂંકા રાખ્યા હતા અને ફર્સ્ટ હાફ પછી તે લાંબા વાળવાળી યુવતી બની જાય છે. શબાના આઝમીએ કહ્યું કે, તમે પહેલા ભાગમાં બતાવ્યું છે કે, ટૂંકા વાળવાળી યુવતી સુંદર દેખાતી નથી અને 8 વર્ષ પછી લાંબા વાળ અને મેકઅપ સાથે સાડીમાં ખૂબસૂરત દેખાય છે. તેમણે કહ્યું કે, મેં અહીં રૂઢિવાદી માનસિકતા બતાવી છે. કારણ કે સુંદરતાને વાળ દ્વારા પારખી શકાય નહીં.

    શબાનાએ કરણને ખખડાવી કહ્યું હતું કે, તે ફિલ્મમાં શું દેખાડ્યું છે. યુવતીના ટૂંકા વાળ છે એટલે તે સુંદર નથી અને લાંબા વાળ છે એટલે સુંદર છે? આ બાબતે તું શું કહીશ? તેના જવાબમાં કરણ જોહરે શબાનાની માફી માંગી હતી.

    કરણને પણ ફિલ્મ વાજબી ન લાગી!

    ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં PTI સાથેની વાતચીતમાં કરણ જોહરે પણ કુછ કુછ હોતા હૈ ફિલ્મ મૂર્ખતાપૂર્ણ હોવાનું સ્વીકાર્યું હતું. તેણે હીરો ડાયલોગને ટાંકીને કહ્યું હતું કે, હીરો પોતે કહે છે કે, ઝિંદગી મેં પ્યાર એક બાર હોતા હૈ, શાદી એક બાર હોતી હૈ.. પણ તે પોતે જ બે વખત પ્રેમમાં પડી બે વખત લગ્ન કરે છે. ફિલ્મમાં બધું જ ખોટું હતું. પરંતુ તે એટલી ખાતરી સાથે લખવામાં આવ્યું હતું કે તેનો અર્થ નીકળતો હતો.

    આ પણ વાંચો - Bollywood Interesting Story: દેવ આનંદ આવી રીતે કરતા હતા 'ડિસન્ટ ફ્લર્ટ', વહીદા રહેમાને સંસ્મરણો વાગોળ્યા

    તે વધુમાં કહે છે કે, જ્યારે મેં તે ફિલ્મ લખી ત્યારે હું 24 વર્ષનો હતો. આજે જ્યારે હું કુછ કુછ હોતા હૈ અથવા કભી ખુશી કભી ગમ જોઉં છું, ત્યારે મને પોતે આશ્ચર્ય થાય છે કે, 'મેં આ કેમ અને કેવી રીતે લખ્યું હશે, આ વિચારો મારા મનમાં ક્યાંથી આવ્યા?
    First published: