નેહા-ટોની કક્કર અને યો-યો હની સિંહ એક સાથે મળશે જોવા, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું કોલાબ્રેશન

નેહા કક્કર, ટોની કક્કર અને યો યો હની સિંહની જુગલબંધી જોવા મળશે

ટોની કક્કર(Tony kakkar), નેહા કક્કર (Neha kakkar) અને યો યો હની સિંહ (Yo Yo Honey singh) ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગયા છે. આ ત્રણેય ગાયકના ગીતો તેમના ચાહકો ભરપૂર પસંદ કરે છે.

  • Share this:
મુંબઈ: ટોની કક્કર(Tony kakkar), નેહા કક્કર (Neha kakkar) અને યો યો હની સિંહ (Yo Yo Honey singh) ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગયા છે. આ ત્રણેય ગાયકના ગીતો તેમના ચાહકો ભરપૂર પસંદ કરે છે. લોકો આતુરતાથી તેમના નવા ગીતોની રાહ જોતા હોય છે. ત્યારે આ ત્રણેય ગાયક એક સોંગમાં એક સાથે જોવા મળે તેવી શક્યતા છે. આ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોલાબ (Big Music Collab)હોય શકે છે.

આ કોલાબ બાબતે દેશી મ્યુઝિક ફેક્ટરીના MD અંશુભ ગર્ગ (Anshubh Garg)એ સંકેતો આપ્યા છે. નેહા કક્કર અને તેના ભાઈ ટોની કક્કડ તેમજ યો યો હની સિંહ ખૂબ પ્રતિષ્ઠા મેળવી ચુક્યા છે. જેથી આ કોલાબ લોકોને ખૂબ ગમશે તેવી અપેક્ષા છે. આ કલાકારોના ગીતો મ્યુઝિક ચાર્ટમાં ટોચ પર રહેવાની સાથે પાર્ટીઓમાં ખૂબ વાગ્યા છે. આ ત્રણેય ગાયકોની જુગલબંધીના અહેવાલોથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં હિટમેકર ટોની કક્કર, મેલોડી ક્વીન નેહા કક્કર અને સ્ટાર રેપર યો યો હની સિંઘને એક ગીત માટે એકસાથે લાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ કોલાબ્રેશનથી ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક ક્ષેત્રમાં ઇતિહાસ રચાશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફેન ફોલોઈંગ વિદેશમાં પણ જોરદાર, સેલ્ફી લેવા લોકોએ ઘેરી લીધો, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે, યો યો હની સિંહ અત્યારે ઘરેલુ હિંસાના કેસનો (domestic violence case against Yo Yo Honey Singh) સામનો કરી રહ્યો છે. તેની પત્ની શાલીની તલવારે તેની સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે અને રૂ.10 કરોડનું વળતર માંગ્યું છે. તેની પત્નીનો આક્ષેપ છે કે, હની સિંહ અને તેના પરિવારે તેની સાથે પશુ જેવો વ્યવહાર કર્યો હતો. તેઓ શારીરિક અને માનસિક શોષણનો ભોગ બન્યા હોવાનું પણ કહ્યું હતું. પત્નીએ કરેલા આક્ષેપોના કારણે હની સિંહ સામે તકલીફો ઉભી થઇ છે.
Published by:kuldipsinh barot
First published: