...અને એરપોર્ટ પર ID વગર દીપિકાને સિક્યોરિટી ગાર્ડે ન જવા દીધી

News18 Gujarati
Updated: June 22, 2019, 5:49 PM IST
...અને એરપોર્ટ પર ID વગર દીપિકાને સિક્યોરિટી ગાર્ડે ન જવા દીધી
દીપિકા પાદુકોણ પિતા પ્રકાશ પાદુકોણ સાથે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ક્વિન દીપિકા પાદુકોણને કોણ નથી ઓળખતું. પણ જે નિયમ છે તે તો તેને ફોલો કરવા જ પડે તેમ છે. મુંબઇ એરપોર્ટ પર પણ હાલમાં એક એવી જ ઘટના બની ગઇ દીપિકા પાદુકોણની સાથે. દીપિકા તેનાં પિતા પ્રકાશ પાદુકોણ સાથે હતી ત્યારે તે મુંબઇથી બેંગલુરુ જઇ રહી હતી. આ સમયે પ્રાકશ પાદુકોણ ID કાર્ડ બતાવીને એરપોર્ટમાં પ્રવેશે છે પણ દીપિકા ID કાર્ડ બતાવ્યા વગર પ્રવેશવા જાય છે અને સિક્યોરિટી ગાર્ડ તેને રોકી લે છે અને ID માંગે છે.

આ પણ વાંચો-જાણો, શાહિદ કપૂરની 'કબિર સિંઘ'ની પહેલાં દિવસની કમાણી

વીડિયોમાં આપ જોઇ શકો છો કે, દીપિકા પણ ખુબજ વિનમ્રતાથી વર્તે છે અને ID બતાવીને નીકળી જાય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો સિક્યોરિટી ગાર્ડનાં વખાણ કરી રહ્યાં છે તો દીપિકાની વિનમ્રતાનાં પણ વખાણ થઇ રહ્યાં છે.
 
View this post on Instagram
 

Thy shall always obey rules 👍 #deepikapadukone


A post shared by Viral Bhayani (@viralbhayani) on


દીપિકાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં મેઘના ગુલઝારની 'છપાક'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020માં રિલીઝ થશે.

આ પણ વાંચો-TMCની સાંસદ નુસરત જહાંએ કર્યા ક્રિશ્ચિયન વેડિંગ, જુઓ સુંદર PHOTOS
First published: June 22, 2019
વધુ વાંચો
अगली ख़बर