Home /News /entertainment /

The Kashmir Files ને લઈને રાજસ્થાનના આ શહેરમાં 144 લાગુ, 21 એપ્રિલ સુધી આટલી પ્રવૃતિઓ પર હશે પ્રતિબંધ

The Kashmir Files ને લઈને રાજસ્થાનના આ શહેરમાં 144 લાગુ, 21 એપ્રિલ સુધી આટલી પ્રવૃતિઓ પર હશે પ્રતિબંધ

The Kashmir Files ને લઈને આ શહેરમાં લાગી કલમ 144, જાણો શું છે કારણ?

Curfew in Kota: કોટા જિલ્લાના કાર્યવાહક કલેક્ટર રાજકુમાર સિંહ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લામાં 22 માર્ચે સવારે 6 વાગ્યાથી 21 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યા સુધી કલમ 144ના નિયંત્રણો અમલમાં રહેશે.

    કોટા જિલ્લા કલેકટરે મંગળવારે સવારે 6 વાગ્યાથી રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) જિલ્લામાં કલમ 144 (Sec 144 imposed in Kota) લાગુ કરવાના આદેશો જાહેર કર્યા છે. સોમવારે જાહેર કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તહેવારો અને હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) ને લઈને સુરક્ષાના સંદર્ભમાં કલમ 144 લગાવવી જરૂરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમયસર ભીડ એકઠી કરવા સાથે સરઘસ અને મેળાવડા પર પ્રતિબંધ મુકવાની જરૂર છે. કોટા જિલ્લાના કાર્યવાહક કલેક્ટર રાજકુમાર સિંહ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લામાં 22 માર્ચે સવારે 6 વાગ્યાથી 21 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યા સુધી કલમ 144ના નિયંત્રણો અમલમાં રહેશે.

    આ પણ વાંચો:  Nora Fatehi First Audition : નોરા ફતેહીનો 10 વર્ષ જૂનો VIDEO તમે જોયો? પોતાનું પ્રથમ ઓડિશન આપતી જોવા મળશે





    આ પણ વાંચો: The Kashmir Files એ Box Office મચાવ્યો તુફાન, 10માં દિવસે કરી આટલા કરોડની કમાઈ

    આ નિયમોનું કરવું પડશે પાલન


    આ આદેશોમાં ઉલ્લેખિત સૂચનાઓ જાહે કરવામાં આવી છે. આ સૂચનાઓ અનુસાર, કોઈપણ જગ્યાએ પાંચ કે પાંચથી વધુ વ્યક્તિઓને એકસાથે ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જિલ્લામાં કોઈપણ સંસ્થા, સંગઠન કે સમુદાય સભા કરી શકશે નહીં. તેમજ કોઈપણ જૂથને કોઈપણ પ્રકારનું સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    આ પણ વાંચો:  પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'Last Film Show' આંતરરાષ્ટ્રીય સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ

    જો કે, આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધો સરકારી કાર્યક્રમો, પોલીસ, ચૂંટણી તેમજ કોરોના રસી લગાવવાના કાર્યક્રમ પર લાગુ થશે નહીં. તમને જણાવી દઈએ કે આ આદેશમાં સોશિયલ મીડિયા દ્વારા બિનજરૂરી, જાહેર શાંતિ ભંગ કરનાર તથ્યોના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Kota, The kashmir files, રાજસ્થાન

    આગામી સમાચાર