PM મોદીની બાયોપિકનું બીજુ ટ્રેલર રિલીઝ, 24 મેએ આવશે ફિલ્મ

News18 Gujarati
Updated: May 22, 2019, 4:24 PM IST
PM મોદીની બાયોપિકનું બીજુ ટ્રેલર રિલીઝ, 24 મેએ આવશે ફિલ્મ
વિવેક ઓબરોય ફિલ્મમાં પ્રધાનમંત્રી મોદીનું પાત્ર ભજવતો નજર આવશે જ્યારે મનોજ જોષી અમિત શાહનાં પાત્રમાં નજર આવશે

વિવેક ઓબરોય ફિલ્મમાં પ્રધાનમંત્રી મોદીનું પાત્ર ભજવતો નજર આવશે જ્યારે મનોજ જોષી અમિત શાહનાં પાત્રમાં નજર આવશે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'નું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર 2 મિનિટ 12 સેકેન્ડનું છે અને પેહલાં ટ્રેલર કરતાં વધુ દમદાર છે. પ્રધાનમંત્રી મોદીની નાનપણથી લઇને
PM બનવા સુધીની કહાની આ ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે.

રિલીઝ ડેટ અંગે હતો વિવાદ

આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે છેલ્લાં ઘણાં વખતથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ફિલ્મ પહેલાં 12 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી. જોકે, ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી હોવાથી આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે આ ફિલ્મ 24 મેનાં રોજ રિલીઝ થશે. એટલે કે બે દિવસ બાદ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાતા ફિલ્મ પ્રોડ્યુસર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જોકે, ચૂંટણીપંચે આ રિલીઝ અટકાવી રાખી હતી.



આ ફિલ્મ ઓમાંગ કુમારે બનાવી છે જેણે સરબજીત અને મેરીકોમ જેવી બાયોપિક બનાવી છે. વિવેક ઓબરોય ફિલ્મમાં પ્રધાનમંત્રી મોદીનું પાત્ર ભજવતો નજર આવશે જ્યારે મનોજ જોષી અમિત શાહનાં પાત્રમાં નજર આવશે.
First published: May 22, 2019, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading